સાબરકાંઠાના બડોદરા ગામે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ ઉજવાયો.
જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખીને ટકાઉ વિકાસના પરિપેક્ષમાં આગળ વધવાના ઉદેશ્યથી તલોદ તાલુકાના બડોદરા ગ્રામ પંચાયતની અધ્યક્ષતામાં પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ જાગૃતિ ઉજવણી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો
પ્રસ્તુત કાર્યક્રમ રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડ દ્વારા જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખીને ગ્રામ વિકાસ પ્રવૃત્તિને વેગ આપવાના ઉદ્દેશ્યથી પર્યાવરણ દિન કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધનમાં મકવાણા સાહેબ દ્વારા પર્યાવરણીય વિકાસ સંદર્ભમાં વૃક્ષારોપણની સાથે સાથે ખેતીમાં પણ બદલાવ લાવવાનો અનુરોધ કર્યો હતો, આર. સે.ટી નિમાયકશ્રી તુષારભાઈ પ્લાસ્ટિકની પર્યાવરણ પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી તેનો નહિવત ઉપયોગ કરવાનો અનુરોધ કરી પ્લાટેશન કરેલ વૃક્ષોને ગ્રામ પંચાયત દ્વારા જાળવણીની જવાબદારીનો અનુરોધ કરી જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખીને ગ્રામ વિકાસ અંગેનું આયોજન પર ભાર મુક્યો હતો
કાર્યક્રમના અંતમાં સહભાગી પદાધિકારીઓ દ્વારા બડોદરા પ્રાથમિક શાળામાં પ્રતીકાત્મક વૃક્ષારોપણ કરી પર્યાવરણીય વિષયક કાળજી રાખવાનો સકલ્પ લેવામાં આવ્યો હતો
પ્રસ્તુત કાર્યક્રમમાં કપાસ સંશોધન કેન્દ્ર તલોદના કૃષિ વૈજ્ઞાનિક શ્રી એન.કે.મકવાણા ,બેન્ક ઓફ બરોડા આર.સે.ટી નિયામકશ્રી તુષારભાઈ , બડોદરા સરપંચશ્રી , નરોત્તમ લાલભાઈ રુલર ડે. ફંડ અને રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ તથા બડોદરા ગામના 60 જેટલા પર્યાવરણીય પ્રેમી લોકો સહભાગી થઈને કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.
કાર્યક્રમને અંતે બડોદરા સરપંચ દ્વારા સહભાગી અધિકારી, પદાધિકારીઓ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત ગામલોકોના આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891