સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી તુષાર ચૌધરીએ પોતાની ગ્રાન્ટમાંથી ત્રણ તાલુકાના ગામોમાં બાકડા ફાળવવા બાબત, પાણી પુરવઠા અંગે પ્રશ્નો કર્યા હતા. હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાએ તળાવ ઉંડા કરવા, નેશનલ હાઇ વે, વૃક્ષારોપણ, હુડા, કેનાલ બ્યુટીફિકેશન તેમજ સરકારી માધ્યમિક શાળાના બિલ્ડિંગ કામગીરી કરવામાં આવી તે અંગેના પ્રશ્ન રજૂ કર્યા હતા. જેનો સબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા.
સંકલનના બીજા તબક્કામાં ચોમાસાની સ્થિતિને ધ્યાને લેતા કરવામાં આવતી કામગીરી અંગેના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેકટર સુશ્રી કિશ્ના વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે.પી. પાટીદાર, પ્રાયોજના વહિવટદારશ્રી વિશાલ સક્શેના સહિત પ્રાંત અધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા


                                    



 Total Users : 144940
 Views Today : 