પ્રતિમા સફાઈ અભિયાન વડાલી શહેર દ્વારા હાથ ધરવામાં આવ્યું
15 ઓગસ્ટ સ્વાતંત્રતા દિવસ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સાબરકાંઠા જિલ્લા નાં વડાલી શહેર ખાતે આવેલા રોયલ પાર્ક સોસાયટી માં આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ની સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.જેમા ભાજપ ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય તખતસિંહજી હડિયોલ સાહેબ, તાલુકા ભાજપ ના પૂવૅ પ્રમુખ હરીસિંહ ભાટી સાહેબ, ભાજપ સાબરકાંઠા જિલ્લા નાં મંત્રી કપીલાબેન ખાંટ, વડાલી શહેર સંગઠન ભાજપ ના મહામંત્રી કીર્તિભાઈ જયસ્વાલ, નગરપાલિકા પ્રમુખ યશરાજસિંહ ભાટી, ન.પા. ઉપપ્રમુખ કૈલાસ બેન નાઇ, ન.પા. સદસ્ય કે.ડી. પરમાર, વડાલી શહેર યુવા મોરચાના પ્રમુખ જીગ્નેશ ભાઈ પટેલ, તથા દિપકભાઈ પરમાર, ચુનીભાઈ પરમાર, વડાલી નગરપાલિકા ટીમ, વડાલી સંયોજક ધાર્મિકભાઇ સુથાર, રાજુભાઇ ઠાકોર હાજર રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891