પાટણ જિલ્લાના સાણોદરડા ગામે તિરંગા યાત્રા પાટણ જિલ્લા ના ઉપ પ્રમુખ શ્રી ગોવિંદભાઇ ના હસ્તે યોજાયી..
આઝાદીના 78 માં વર્ષને પૂર્ણ થવાના અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આહવાન કર્યું છે. જે સંદર્ભ પાટણ જિલ્લાના નાગરિકો પણ આ અભિયાનમાં જોડાવા માટે સહભાગી બની રહ્યા છે. અત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાણોદરડા પ્રાથમિક શાળા હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
આ તિરંગા યાત્રા પ્રાથમિક શાળાથી લઈને ગામના તમામ મહોલ્લામાં થી પસાર થઈને દૂધની મંડળી સુધી યોજવામાં આવી હતી.
તિરંગા યાત્રા પાટણ જિલ્લા ઉપ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ માલધારી ના અધ્યક્ષતામાં યોજાઇ. આ તિરંગા યાત્રામાં તલાટી શ્રી તથા ડેપ્યુટી સરપંચ શ્રી કાકુ જી તથા શાળા ના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ અને શાળાના સ્ટાફ તથા આરોગ્ય વિભાગ સ્ટાફ તથા આગણવાડી સ્ટાફ અને તમામ ગામલોકો અને વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા સાથે તિરંગા યાત્રાને સફળ બનાવી હતી…
બ્યુરો રિપોર્ટ ઇમરાન મેમણ પાટણ