Sunday, December 22, 2024

યુવતીની છેડતી મામલે જુની અદાવત ઘ્યાને રાખી પથ્થરમારો થતાં ગામ પોલીસ છાવણીમાં ફેરવા

યુવતીની છેડતી મામલે જુની અદાવત ઘ્યાને રાખી પથ્થરમારો થતાં ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

 

ઈડર તાલુકાનાં ગુજરવા ગામમા બે સમાજોના 100 થી વધુના ટોળા સામે રાયોટિંગ હેઠળ ગુનો નોંધાયો

 

 

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગુજરવા ગામમાં શુક્રવારની રાતે નાની બાબતને લઇ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. યુવતી ની છેડતી મામલે જુની અદાવત ને ધ્યાને રાખી બંને સમાજના ટોળા સામ સામે આવી ગયા હતા. નાની બોલાચાલી પથ્થરમારા સૂધી પહોચી જતાં ગામમાં અજંપા ભરી સ્થિતિ જૉવા મળી રહી હતી. ગુજરવા ગામમા બે સમાજો વચ્ચે થયેલી મારામારી તેમજ પથ્થર મારાને પગલે સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. શુક્રવારની મોડી રાત્રે બે સમાજો વરચે એક સમાજનાં યુવકે અગાઉ એક સમાજની યુવતીની છેડતી કરી હોવાની જુની અદાવત ઘ્યાને રાખી બીજી સમાજનાં યુવકને ઠપકો આપવા પહોંચેલા ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સમજૂતીનો મામલો પથ્થરમારા માં ફેરવાયો હતો. લાકડીઓ તેમજ પથ્થરમારા ને પગલે એક ઇસમને માથાના ભાગે તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જૉકે મોડી રાત્રે ઈડર તેમજ વડાલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી મામલો શાંત પાડ્યો હતો. જ્યારે પથ્થરમારો કરનારા ઈસમોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. મોડી રાત્રેથી ઈડર વડાલી પોલીસ મથકોનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં ગુજરવા ગામમાં ખડકી દેવામાં આવ્યો છે. ગામમાં બંને સમાજો વચ્ચે ફરીવાર કોઈપણ પ્રકારની ધટના ન ધટે તેને લઇ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. જૉકે ઈડર પોલીસ મથકે સામસામી ફરીયાદ દાખલ કરવામાં આવી છે જેમાં એક સમાજનાં અગિયાર તેમજ અન્ય સમાજનાં ત્રણ લોકો વિરૂદ્ધ નામજોગ ફરીયાદ દાખલ કરવામાં આવી છે તેમજ બંને સમાજો સામસામે સૌ નાં ટોળા વિરૂદ્ધ રાયોટિંગ હેઠળ ગુનો નોંધી અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલના સમયે બે સમાજો વચ્ચે બનેલી પથ્થરમારા ની ધટનાને પગલે પોલીસ પણ સમગ્ર ધટનાને લઈ ઊંડાણ પૂર્વક તપાસ હાથધરી છે. જ્યારે નાની બાબતે બોલાચાલી બાદ સામસામે જૂથ અથડામણને પગલે ગામમાં અજંપા ભરી સ્થિતિ જૉવા મળી રહી છે. સાથોસાથ ગામમાં બંને સમાજોના લોકોને ભેગા થવા માટેની પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

 

 

કોની સામે નોંધાઈ ફરિયાદ…

૧) મિતેષ ઉદાજી ડાભી

૨) રમેશભાઈ ઉદાજી ડાભી

૩) ઉદાજી સોનાજી ડાભી તેમજ અન્ય પચાસ માણસોનું ટોળું તમામ રહે ગુજરવા, ઇડર, સાબરકાંઠા

 

 

સામે નોંધાઈ ફરિયાદ…

૧) પ્રભાભાઈ ભીખાભાઈ સગર

૨) જીગર ભીખાભાઈ સગર

૩) લક્ષ્મણ હીરાભાઈ ડાભી

૪) કલ્પેશ લક્ષ્મણભાઈ ડાભી

૫) અજય પ્રવીણભાઈ સગર

૬) રોહિત હરેશભાઈ સગર

૭) રમેશ દલાભાઈ સગર

૮) શંકર રણછોડભાઈ સગર

૯) જતીન રામાભાઈ સગર

૧૦) અળખભાઈ સગર રહે.ગંભીરપુરા, ઇડર, સાબરકાંઠા

૧૧) રાકેશ જયંતિભાઈ સગર રહે.ભંડવાલ, વડાલી, સાબરકાંઠા તેમજ અન્ય પચાસ માણસોનું ટોળું તમામ ૧ થી ૯ આરોપીઓ રહે ગુજરવા,તા. ઇડર, જી.સાબરકાંઠા

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores