Friday, January 3, 2025

હિંમતનગર નગરપાલિકા ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો

હિંમતનગર નગરપાલિકા ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો

 

“સેવા સેતુ” કાર્યક્રમ દ્વારા જન-જનને ઘર આંગણે મળી રહ્યા છે સરકારી સેવાઓના લાભ

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નગરપાલિકા ખાતે ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ આપવા “સરકાર તમારા દ્વારે’ ના આશયથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ નાગરિકોની રજૂઆતોનો ઉકેલ ઝડપથી આવે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ, રાશન કાર્ડ,આવકનો દાખલો,જાતિનો દાખલો સહિતની ૫૫ જેટલી સેવાઓનો લાભ અપાય છે. હિંમતનગર તાલુકાના નાગરીકોને ઘર આંગણે વિવિધ સેવાઓનો લાભ મળી રહે તે માટે વહિવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાય, નગરપાલિકાના સભ્ય શ્રી ગોપાલ પ્રજાપતિ, શ્રી ડીકુલ ગાંધી, શ્રી જીનલ પટેલ, વર્ષાબેન મિસ્ત્રી, હંસાબેન તેમજ મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર,, સૈયદ સોયબ

સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores