Sunday, January 5, 2025

સીક્યુરીટી કંપની ચલાવતાં સંચાલકોએ ગાર્ડ અને હથીયારની વિગતો પોલીસને આપવાની રહેશે

સીક્યુરીટી કંપની ચલાવતાં સંચાલકોએ ગાર્ડ અને હથીયારની વિગતો પોલીસને આપવાની રહેશે

 

સાબરકાંઠા જીલ્લામાં ખાનગી સીક્યુરીટી કંપની ચલાવતાં સંચાલકો અને જીલ્લા બહાર ખાનગી સીક્યુરીટી કંપની ચલાવતા હોય પણ તેઓની કંપનીના ગાર્ડ અત્રેના જીલ્લામાં ફરજ બજાવતા હોય તેવી કંપનીના સંચાલકોએ તેઓની કંપનીમાં હથીયાર તથા બિનહથીયારી તથા પરપ્રાંતિય ગાર્ડની વિગતો પોલીસ સ્ટેશને આપવા કલેક્ટરશ્રી દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવે છે.

ખાનગી સીક્યુરીટી એજન્સીના માણસો/ કર્મચારીઓ લાયસન્સવાળા હથીયારો સાથે જાહેર જગ્યામાં ફરે છે અને લોનના હપ્તા ઉઘરાવવા અને જમીનના વિવાદોમાં જઈ લાયસન્સવાળા હથીયારોનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ અત્રેના જિલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ખાનગી સીક્યુરીટી ઉપર કાયદાકીય નિયંત્રણ જરૂરી હોઇ પોલીસ સ્ટેશને આ વિગતો આપવી ફરજીયાત છે. સીક્યુરીટી ગાર્ડનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સીક્યુરીટી અથવા પેઢી/ફેક્ટરીનુ નામ,માલિકનુ નામ-સરનામુ તથા સંપર્ક નંબર, પરપ્રાંતિય ગાર્ડ હથીયાર/બિનહથીયારીનુ નામ હાલનુ સરનામુ ટેલીફોન/મોલાઇલ નંબર તથા વતનનુ સરનામુ તેમજ ફરજ સ્થળનુ સરનામુ અને સંપર્ક નંબર,નોકરીએ રાખ્યાની તારીખ,કોના રેફરન્સ પરિચયથી નોકરી રાખેલ છે તે સ્થાનિક રહિશનુ પુરૂ નામ-સરનામું,સંપર્ક નંબર, હથીયારી લાયસન્સની વિગત અને હથીયારનુ વર્ણન, હથીયાર લાયસન્સનો માન્ય એરીયા તથા રીન્યુ તારીખ વગેરે વિગતો સીક્યુરીટી કંપની ચલાવતાં સંચાલકોએ પોલીસને આપવાની રહેશે.

આ હુકમ તા. ૨૨/૧૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores