ગીર સોમનાથ જિલ્લામાં 65 કિલોમીટર ના અંતરે ત્રણ ટોલ પ્લાઝા ઉભા કરી ટેક્સના નામે ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહી છે જેના અનુસંધાને આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગીર સોમનાથ દ્વારા સુંદર પરા ટોલ પ્લાઝા ઉપર મોટી સંખ્યામાં એકઠા થઈ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ વાઢેર ની આગેવાની હેઠળ સુંદર પરા ટોલ પ્લાઝા ઉપર આજરોજ મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં eeco ગાડીઓના તમામે તમામ ડ્રાઈવરો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને વિવિધ સૂત્રો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ડાઈવરોના હિત માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગીર સોમનાથ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરી જો અમારી માંગસ્વીકારવામાં નહીં આવે તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને બેસવું પડે તો ઉપવાસ આંદોલન પણ કરશુ એવું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ વાઢેર દ્વારા જણાવવામાં આવ્યું હતું…







Total Users : 161402
Views Today : 