>
Wednesday, March 4, 2026

બ્રહ્માકુમારી શિવાનીબહેનનું 18 મી નવેમ્બર ના રોજ દીવમાં આગમનઃ તેમને સાંભળવા માટે દીવ,ઉના તથા આસપાસના લોકો થઈ રહ્યા છે ઉત્સુક…

બ્રહ્માકુમારી શિવાનીબહેનનું 18 મી નવેમ્બર ના રોજ દીવમાં આગમનઃ તેમને સાંભળવા માટે દીવ,ઉના તથા આસપાસના લોકો થઈ રહ્યા છે ઉત્સુક…

 

ઊના

 

આગામી તારીખ 18 નવેમ્બર, 2024 ના રોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દીવ તથા ઉના સેવા કેન્દ્રના સંયુક્ત પ્રયાસ થી ધોધલા જેટ્ટી પર આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક વક્તા તથા મોટીવેશનલ સ્પીકર ઍવા શિવાનીબહેન, “સારા વિચાર સુખમય સંસાર” વિષય પર સાંસારિક સમસ્યાઓના ઉકેલ તેમજ આધ્યાત્મિક ઉન્નતી માટેના સરળ ઉપાયોની ગુરુચાવી આપશે.

18 તારીખે સાંજે 5.30 થી 8:૦૦ વાગ્યા સુધીના સમગ્ર કાર્યક્રમની શરૂઆત આધ્યાત્મિક ગીતોની લેખિકા અને ગાયીકા એવા બ્ર.કુ. ડો. દામિનીબહેન આધ્યાત્મિક ગીતોથી કરશે.

બ.કુ. શિવાનીબહેન ઇ.સ. 1994 માં પુણે યુનિવર્સિટી માંથી ઇલેક્ટ્રીકલ એન્જીન્યરીંગમાં ગોલ્ડમેડલ સાથે સ્નાતક થયા.તેમણે પોતાની આધ્યાત્મિક સેવાઓની શરૂઆત વર્ષ 2007 થી “અવેકનિંગ વિથ બ્રહ્માકુમારીઝ” નામના ટીવી પ્રોગ્રામ થી શરૂ કરી, જે લગભગ એક દાયકા સુધી લોકોમાં ખૂબ જ લોકપ્રિય રહયો. આ ટીવી પ્રોગ્રામમાં તેમણે અનેક ક્ષેત્રના લોકોને સશકત બનાવવા, માનસિક તણાવ, હતાશા, વ્યસનો, આત્મસન્માનના અભાવ અને સંબંધોમાં નીરસતા દૂર કરવામાં ખૂબ મહત્વની સેવા આપી.

તેમના આ આધ્યાત્મિક કાર્યો ની નોંધ લેતા વર્ષ 2014 માં તેમને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ઈન્ડીયા દ્વારા ‘વુમન ઓફ ધ ડીકેડ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. વર્ષ 2017માં તેમને વર્લ્ડ સાયકિયાટ્રીક એસોસિયેશન દ્રારા ‘ગુડવિલ એમ્બેસેટર’ તરીકે નિયુકત કરવામાં આવ્યા. વર્ષ 2019 માં માનવીય વર્તણૂક, સ્વભાવ અને સંસ્કારમાં પરિવર્તન લાવવામાં તેમની અગત્યની ભૂમિકાની નોંધ લઈ ભારત સરકાર દ્વારા ‘નારી શક્તિ પુરસ્કાર’ થી તેમને માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

બ્રહ્માકુમારી શિવાનીબહેન જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર આ વક્તાનો સર્વ પ્રથમ વાર કાર્યક્રમ યોજાય રહ્યો છે.તો આ કાર્યક્રમનો લાભ લેવા બ્રહ્માકુમારી ગીતાબહેન – દીવ તેમજ બ્રહ્માકુમારી હિરાબહેન – ઊના દ્વારા ભાવભર્યું ઈશ્વરીય નિમંત્રણ છે.આ કાર્યક્રમનો પાસ (ની:શુલ્ક) મેળવવા માટે પોતાનું નામ,મોબાઈલ નંબર, ગામ તથા ઉમર વોટ્સ એપ નંબર 94272 35388 અથવા 70146 22399 પર સંર્પક કરવાં જણાવાયું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા એસ ટી ડેપો ઊના દ્વારા વધારાની ત્રણ બસ આવવા જવા માટે વ્યવસ્થા ઊભી કરાયેલ છે. સમગ્ર પ્રોગ્રામ દીવ નાં ધોધલા જેટી પર ભવ્યાતિભવ્ય મંડપ ઊભો કરી તમામ પ્રકારની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores