Wednesday, January 8, 2025

ઉના તાલુકાના ભાચા ગામે શ્રી મારૂ કુંભાર સમાજ આયોજિત યોજાયો 32 મો સમૂહ લગ્નોત્સવ.

ઉના તાલુકાના ભાચા ગામે શ્રી મારૂ કુંભાર સમાજ આયોજિત યોજાયો 32 મો સમૂહ લગ્નોત્સવ.

 

26 નવયુગલો એ પ્રભુતામાં પગલાં પાડયા.

 

શ્રી મારૂ કુંભાર સમાજના આગેવાન, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, જીલ્લા ભાજપા ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશ ટાંક દ્વારા ઊના ધારાસભ્ય શ્રી કે.સી. રાઠોડ અને જીલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ નું કરાયુ બહુમાન.

 

 

ઉના તાલુકાના ભાચા ગામે શ્રી બી.એમ. નાંડોલા શૈક્ષણિક સંકુલ ખાતે શ્રી મારૂ કુંભાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા 32 માં સમૂહ લગ્નોત્સવનાં મુખ્યદાતા શ્રી ધીરૂભાઈ લાખાભાઈ ડાંગોદરા પરિવાર મુ. કાંધી (હાલ. અંકલેશ્વર) નાં અધ્યક્ષતામાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

 

ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના ખાપટ, કંસારી, વાવરડા, ભાચા, ભડીયાદર, વાજડી અને ગીર ગઢડા તાલુકાના ધોકડવા, અંબાડા, જુના ઉગલા, કાંધી, પડા તેમજ આ ગામડાઓમાંથી ધંધાર્થે સુરત, વાપી, મુંબઈ, સેલવાસ, વલસાડ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ તેમજ વિદેશની ધરતી પર રહી સમાજનાં વિકાસ માટે સતત ચિંતા કરતા ડાંગોદરા, નંદવાણા, કીડેચા, માળવી, ભીલવાળા, ચાંદોરા, કોટવાળ, ટાંક, ટાંચક, નાંડોળા અને ગોલા (ગોહિલ) અટક ધરાવતા તમામ મારૂ કુંભાર સમાજ ના જ્ઞાતિ બંધુઓએ તન, મન અને ધનથી સેવામાં ભાગ લીધો હતો. આ સમૂહ લગ્નમાં 26 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં તમામ દાતાશ્રીઓ, આગેવાનો, સ્વયંસેવકો તેમજ તાજેતરમાં સરકારી નોકરી મેળવી સમાજનું નામ રોશન કરનાર તમામનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ સાથે શ્રી મારૂ કુંભાર સમાજ નું રાજકીય ગૌરવ અને જીલ્લા ભાજપાના ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશ ટાંક, વજુભગત, દિલાવર નંદવાણાં, ભાવેશ ડાંગોદરા દ્વારા ઊના તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કે.સી. રાઠોડ અને જીલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પીઠીયા નું બહુમાન કરવામાં આવ્યું હતું.

 

આ સમૂહ લગ્નમાં દરેક દાતા તેમજ વેરાવળ નાં નામાંકીત વકીલ અને સમાજનું ગૌરવ પ્રવિણ ડાંગોદરા નું વિશેષ યોગદાન રહ્યું હતું. સમસ્ત મારૂ કુંભાર સમાજનું ગૌરવ એવા ભરતભાઈ કુર્લા વાળા નાં દીકરા ને IIT માં પ્રવેશ મળતા આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી. આ સમૂહ લગ્ન માં ખાસ મહેમાન તરીકે લંડન થી પધારેલા રીટાબેન જીતુભાઈ ડાંગોદરા અને સુધાબેન ચંદ્રકાંભાઈ એ હાજરી આપી હતી.

 

32 માં સમુહ લગ્નને સફળ બનાવવા માટે શ્રી મારૂ કુંભાર ટ્રસ્ટના પ્રમુખ મણીભાઈ નંદવાણા, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મેહુલ ટાંચક, યુવા પ્રમુખ અશોક કીડેચા, રણજીત ડાંગોદરા, કમલેશ માળવી એ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores