Wednesday, January 8, 2025

માલગઢ ગામના બે નવ યુવાનો બી એસ એફની ટ્રેનીંગ પૂર્ણ કરી માંદરે વતન પરત ફરતા તેમનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું

માલગઢ ગામના બે નવ યુવાનો બી એસ એફની ટ્રેનીંગ પૂર્ણ કરી માંદરે વતન પરત ફરતા તેમનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું

 

 

માલગઢ ગામના જાની યસ ઘનશ્યામભાઈ મહેશચંદ્ર અને સુદેશા હાર્દિક દિનેશભાઈ અમરાજી એ બી.એસ.એફ.ની ટ્રેનિંગ પૂર્ણ કરી માંદરે વતન પરત ફર્યા

 

 

 

ભારત દેશમાં ભારતની બોર્ડરો પર દેશના જવાનો રાત દિવસ સેવા આપી દેશનું રક્ષણ કરતા હોય છે દેશની સેવા કરવા માટે નવ યુવાનો કઠિનમાં કઠિન ટ્રેનિંગો પૂરી કરી બી.એસ.એફ.માં ભરતી મેળવતા હોય છે ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામના 2   

નવયુવાન જાની યસ ઘનશ્યામભાઈ મહેશચંદ્ર અને સુદેશા હાર્દિક દિનેશભાઈ અમરાજી એ બી.એસ. એફ. મો જવા માટે અને દેશની સેવા કરવા માટે રાત દિવસ તનતોડ મહેનત કરી ને સફળતા પ્રાપ્ત કરી બી.એસ.એફ.માં ભરતી થયા છે ત્યારે બી.એસ.એફ.માં બંને નવ યુવાનો દિલ્હી છવલા ખાતે નવ માસ 44 વિક ની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત માલગઢ પોતાના માંદરે વતન પધાર્યા ત્યારે તેમનું ગામ લોકો અને તેમના પરિવાર દ્વારા તેમનું ફૂલહાર અબીલ ગુલાલ થી તેમનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને માલગઢ ગામના કૈલાશ ટેકરી પાટીયા પાસેથી તેમનું સન્માન કરી ખુલી જીપમો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને નાચતે ગાજતે પોતાના ઘરે પરત ફર્યા હતા અને માલગઢ ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો અને માલગઢ ગામમાં દેશભક્તિનું વાતાવરણ છવાયું હતું

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores