Wednesday, January 8, 2025

નાયબ પોલીસ મહાનનરીક્ષકશ્રી વિરેન્દ્રનસિંહ યાદવ સાહેબશ્રી ગાાંધીનગર ગાાંધીનગર નાઓએ પ્રોહીબીશનના નાસતા ફરતા આરોપીઓ પકડવા

પત્રકાર – સંજય ગાંધી હિંમતનગર

નાયબ પોલીસ મહાનનરીક્ષકશ્રી વિરેન્દ્રનસિંહ યાદવ સાહેબશ્રી ગાાંધીનગર ગાાંધીનગર નાઓએ પ્રોહીબીશનના નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલ સુચના અનુસંધાન પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબશ્રી સાબરકાાંઠા નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરાંગીયા સાહેબ એલ.સી.બી.સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ.સબ.ઇન્સપેકટર ડી.સી.પરમાર તથા એ.એસ.આઇ વિક્રમસિંહ પુંજસિહ અ.પો.કો વિક્રમસિંહ મંગળસિંહ તથા અ.પો.કો.પ્રવિણસિહ ચતુરસિંહ તથા આ.પો.કો. પ્રકાશભાઇ પ્રભાભાઇ તથા આ.પો.કો અનિરુદ્ધસિંહ ઇન્દ્રસિંહ નાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતાં.દરમ્યાન અ.પો.કો વિક્રમસિંહ તથા આ.પો.કો અનિરુદ્ધસિહ નાઓને સંયુક્ત બાતમીદારથી બાતમી મળેલ કે, “બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશન ગ.ર.નં.૫૦/૨૦૧૩ ઇ.પી.કો કલમ.૩૭૯,૪૨૭,૧૨૦(બી) પબ્લીક પ્રોપટી ડેમેજ એક્ટ કલમ.૩,૭ તથા પેટ્રો એક્ટ કલમ.૧૫(૧) (૨),૧૬” મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા અગિયાર વર્ષથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી ગીરીશભાઇ ડાહ્યાભાઇ પટેલ રહે.બળવંતપુરા શાંન્તીનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠાવાળો આસમાની કલરનો મોટી ચોકડીવાળો લાંબી બાંયનો શર્ટ તથા વાદળી કલરની પેન્ટ પહેરેલ છે અને તે પંચામૃત સોસાયટી બેરણા રોડ ખાતે હાજર છે જે બાતમી હકીકત આધારે તાત્કાલીક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે પંચામૃત સોસાયટી બેરણા રોડ ખાતે જતા તેના ઘર આગળ ઉપરોક્ત વર્ણન હકીકત વાળો ઇસમ હાજર હોય જેને કોર્ડન કરી પકડી તેનું નામઠામ પૂછતાં પોતે પોતાન નામ ગીરીશકમાર સ/ઓ ડાહ્યાભાઇ હિરાભાઇ પટેલ ઉ.વ.૪૪ રહે.૨૨/પંચામૃત પરીસર બેરણા રોડ તા.હિંમતનગર જી.સાબરકાંઠાનો હોવાનું જણાવેલ.જેથી સદરી ઇસમને વધ પુછપરછ કરવા હિંમતનગર એલ.સી.બી કચેરી ખાતે લાવી ઉપરોક્ત ગુન્હા બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકર્ડ આધારે ખાત્રી તપાસ કરતા સદરી ઇસમ વિરૂધ્ધ બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશન ગ.ર.નં.૫૦/૨૦૧૩ ઇ.પી.કો કલમ.૩૭૯,૪૨૭,૧૨૦(બી) પબ્લીક પ્રોપટી ડમેજ એક્ટ કલમ.૩,૭ તથા પેટ્રો એક્ટ કલમ.૧૫(૧) (૨),૧૬” મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો હોવાનું જણાઇ આવેલ. જેથી, સદરી નાસતા ફરતા આરોપી ગીરીશકમાર સ/ઓ ડાહ્યાભાઇ હિરાભાઇ પટેલ ઉ.વ.૪૪ રહે.૨૨/પંચામૃત પરીસર બેરણા રોડ તા.હિંમતનગર જી.સાબરકાંઠાવાળાને “બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશન ગ.ર.નં.૫૦/૨૦૧૩ ઇ.પી.કો કલમ.૩૭૯,૪૨૭,૧૨૦(બી) પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એક્ટ કલમ.૩,૭ તથા પેટ્રો એક્ટ કલમ.૧૫(૧) (૨),૧૬”મુજબના કામે અટક કરી આગળની કાર્યવાહી કરવા સારૂ હહિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.આમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા “બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશનના ઓઈલ ચોરીના ગન્હામા અગીયાર(૧૧) વર્ગથી નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે. (એસ.એન.કરંગીયા) પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. સાબરકાંઠા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores