હિંમતનગર નગરપાલિકામાં વિકાસના રૂપાળા નામ હેઠળ 500 જેટલા લોકોના માથેથી છત છીનવાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે…. પાલિકાએ નોટિસ આપી તે લોકોને જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે..
આ છે હિંમતનગરની હાથમતી કેનાલના કિનારા પર વસેલી ઝુપટપટ્ટી…. તમે જોઈ રહ્યા છો એ છાપરામાં રહેતા લોકો તેમના બાપ દાદાના વખતથી આ વિસ્તારમાં રહી રહ્યા છે… જોકે હવે તેમના માથેથી હવે બે દિવસમાં આ છાપરું પણ છીનવાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. હિંમતનગર નગરપાલિકાએ નવું ડેવલોપમેન્ટ કરવાના નામે આ લોકોને નોટિસ આપીને તાત્કાલિક અસરથી આ જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે… જેને લઇને સ્થાનિકોના માથે આભ તૂટી પડ્યું છ
વર્ષો પહેલા હિંમતનગર શહેરને રળિયામણું બનાવવા માટે કેનાલ ફ્રન્ટના નામે અનેકો લોકોને ઘર – બાર વગરના કરાયા હતા…. ત્યારે આ વાતના દસેક વર્ષ બાદ ફરીવાર આવા સ્લમ વિસ્તારના રહેશો ફરીથી નોધારા થાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.. આ વિસ્તારમાં હાલમાં કેટલીક મહિલાઓ ગર્ભવતી છે, તો કેટલાકને બાળક થયે માત્ર બે જ દિવસ થયા છે… તો સામે એક્સિડન્ટના ભોગ બનેલી મહિલા પણ સારવાર લઈ રહી છે… ત્યારે આવા શિયાળામાં આ લોકો ક્યાં જાય તે મોટો યક્ષ પ્રશ્ન આ લોકો માટે સર્જાયો છે…
દસેક વર્ષ પહેલાં અનેકો લોકોને નોધારા કરી કેનાલ ફ્રન્ટમાં કરોડોનું આંધણ કર્યા બાદ પણ હાલ આ કેનાલ ફ્રન્ટ એક રીતે તો બિન ઉપયોગી પડી રહ્યો છે, અને એનું કારણ ઘર ગુમાવનારા લોકોની હાય છે.. ત્યારે હવે ફરી નગરપાલિકા 10 વર્ષ પહેલાં જે રસ્તે જઈ રહી હતી તે જ રસ્તો પકડી રહી છે….