હિંમતનગર કાંકણોલ શ્રી પુરાણા હનુમાનજી ખાતે નવીન ગૌશાળા નું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
હિંમતનગર તાલુકાના કાંકરોલ ખાતે આવેલ પ્રાચીન અને ચમત્કારિક શ્રી પુરાના હનુમાનજી મંદિર ખાતે બુધવારના પાચમ ના રોજ સ્વ.મહારાજ સત્યાનંદગીરીજીના આશીર્વાદથી નવીન ગૌશાળાનું ભૂમિ પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાયું. આ પ્રસંગે મહેતાપુરા સ્થિત ઝરણેશ્વર મહાદેવના મહંત લક્ષ્મણ ભારતીજી મહારાજ, સચિનગીરીજી મહારાજ, સંત જયંતિ ગીરીજી મહારાજ, અને મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાંકરોલ ગામના સરપંચ બીરેન પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ પટેલ,નવા ગ્રામ પંચાયત ના પુર્વ સરપંચ નલીનભાઇ પટેલ, ગુરુ ઉપાસક કે.કે.પટેલ,જયદત ભટ્ટ, પિયુષ ભુવાજી, શૈલેષ ભુવાજી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.શિણોલ ગામના આચાર્ય ઋષિ ગોર દ્વારા ભૂમિ પૂજન ની વિધિ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે મહંત નાગેશગીરીજી મહારાજે જણાવ્યું હતું કે ગાય માતામાં ૩૩ કરોડ દેવી દેવતાઓ નો વાસ છે. ત્યારે ગાયોની સેવા કરવાથી જીવ માત્ર નું કલ્યાણ થાય છે. શ્રી પુરાણા હનુમાનજી મંદિર ખાતે નવીન ગૌશાળા નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.