>
Saturday, June 14, 2025

દર્દીઓ પહેલાં એમ કહેતા ડૉક્ટર બીજા ભગવાન છે પરંતુ, દર્દીઓના વિશ્વાસ ને મેડીકલ કોભાંડે તોડ્યો.

દર્દીઓ પહેલાં એમ કહેતા ડૉક્ટર બીજા ભગવાન છે પરંતુ, દર્દીઓના વિશ્વાસ ને મેડીકલ કોભાંડે તોડ્યો.

 

કોઈપણ તરીકે પૈસા કમાવા માટે સાચી-ખોટી ની બીક વગર પૈસા કમાવા સિવાય બીજું કંઈ વિચાર આવતો જ નથી.આખરે ભ્રષ્ટાચાર જ સર્વોપરી થયો છે જોઈએ તેના કરતાં વધું પૈસા મેળવવા માં લોહીનું પાણી થતું રહે છે આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 46 લાખ જેટલા દર્દીઓ પાછળ ગુજરાતમાં લગભગ 9000 કરોડથી વધુનો ખર્ચ થયો આયુષ્યમાન કાર્ડ ધારકને કોઈ ખર્ચો થતો નથી એમ કહીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવે છે અને એમ કરીને ડોક્ટરો દર્દીઓને અને સરકારને પણ છેતરી નાખવાની ઘટના ગંભીર ચિંતાજનક ઊભી થઈ છે. આયુષ્યમાન કાર્ડ માંથી જે જે રકમો ઉઠાન તારી થઈ છે તે કરોડોની રકમ હવે સરકાર હોસ્પિટલ પાસેથી વસૂલશે. એ તો બરાબર પણ આ ડોક્ટરો એકલી સરકારને જ છેતરી રહી નથી અન્ય દર્દીઓને પણ આ લીલા જોએ લૂંટવામાં કઈ છે બાકી રાખ્યું નથી ત્યારે એક કિસ્સામાં મફત મેડિકલ કેમ્પ કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયો હતો અને જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હતા તેવા દર્દીઓને હોસ્પિટલ બોલાવીને કદાચ કેટલાકને તો જરૂર ન હોય છતાં સ્ટેન્ડ મૂકી દઈને આયુષ્યમાન કાર્ડ માંથી સરકાર પાસેથી પૈસા પડાવી લેવાતા હોવાનું ખૂબ મોટું મેડિકલ કૌભાંડ બહાર આવ્યું છે. ડોક્ટરો દર્દી માટે ભગવાન છે એ વાક્ય સર્વશ્રી સ્વીકાર્ય બન્યું પણ એ બિચારા દર્દીને ખબર નથી કે જેમને એ ભગવાન માને છે તે તો ભગવાન પાસે પહોંચાડનારા બની શકે છે. શું હવે આયુષ્યમાન કાર્ડ આયુષ્ય ઘટાડશે ?એ દર્દી તો ડૉક્ટરોને હવાલે થયાને ડૉક્ટર એ જરૂર ન હતી તોય સ્ટેન્ટ મુકીને મોતને હવાલે કર્યાં ના આક્ષેપ ખુબ ગંભીર કહી શકાય.ખ્યાતિ કાંડ મામલે પોલીસ પણ પહુંચી છે ને તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.આ મામલો કડી પુરતો સીમિત નથી.ખ્યાતિ હોસ્પિટલ ના રડાર પર સાણંદ, ગાંધીનગર,અને મહેસાણા જીલ્લા પણ હતા.ગુજરાત માં કોર્પોરેટ – ખાનગી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મોકલીને સરકારી યોજના દ્વારા કરોડો કમાવાનું વ્યવસ્થિત ચાલતું હોવાની વાત હવે ખુલ્લી પડી ગ‌ઈ છે.ગામડાના નાના ડોક્ટરો આવા દર્દીઓને મોકલીને ભારે દલાલી મેળવતા હોય છે.આ લોકો ની માનસિકતા વધારે બદતર છે.જેમાં હવે ગુજરાત ની ૮૦૦ હોસ્પિટલ ની તપાસ કરવાની વાત છે.પણ આ તપાસનો ખેલ એવો છે કે શરુઆતમાં ચાલે છે ને પછી તેનું કયારે પડીકું વળી જાય છે તેની ખબર જ પડતી નથી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores