તાપી જીલ્લાના વ્યારા શહેર ભાજપ નગર સંગઠન પ્રમુખ રાજેશભાઈ રાણા ને જાહેર માં મેથીપાક.
થોડાક સમય અગાઉ રાત્રી ના અરસા માં વ્યારા શહેર પાસે આવેલા આઈરીશ પ્લાઝા પાસે ભાજપ નગર સંગઠન પ્રમુખ ને જાહેર માં ખુલ્લેઆમ મારામારી ની ઘટના ઘટી હતી આ વાત તાપી જિલ્લામાં પાણી ની જેમ વહેતી થઈ હતી પરંતુ રાજકીય જોર ના લીધે વાત ને ત્યાંજ દબાવી ને સંતોષ માન્યો હતો.અને આજુબાજુ ના સી.સી.ટી.વી ફુટેજ ને પણ સગેવગે કરાવી દેવામાં આવ્યા હતા.પણ ગત રોજ અચાનક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફરી થી હલચલ મચી છે.ભારતીય જનતા પાર્ટી શિસ્ત ની પાર્ટી માનવામાં આવે છે અને સુરક્ષા અને સલામતી ની વચ્ચે આ પ્રકારની ઘટના લોકવાયકા મુજબ ખુબ જ શરમજનક માનવામાં આવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના ને લઈ ભારતીય જનતા પાર્ટીના દ્વારા નગર પ્રમુખ રાજેશભાઈ રાણા વિરુદ્ધ શું પગલા ભરવામાં આવે છે તે જોવું રહ્યું.
રિપોર્ટ – સંજય ગાંધી