રિપોર્ટ – સંજય ગાંધી તાપી : પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એમ. ગીલાતર વાલોડની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ ફરીયાદી દિનેશભાઇ હીરાભાઇ ધામેલીયા રહેવાસી ૫૦૪ ભીમા બિલ્ડીંગ શિંવંતા પેલેસ, જકાતનાકા પાસે, સરથાણા સુરત શહેરએ વાલોડ તાલુકાના કહેર ગામે રેલ્વે સ્ટેશન નંબર LHS 40 પર ડ્રેનેજ વર્કનો પેટા કોન્ટ્રાકટ કામ ચાલુ હોય અને તારીખ ૦૧/૦૬/૨૦૨૪ થી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધી ડ્રેનેજ વર્કનુ કામ બંધ કરેલ હોવાથી બાંધકામની લોખંડ તથા લાકડાની પ્લેટૉ તથા બીજો સામાન કહેર ગામે રેલ્વે સ્ટેશન ફળીયામાં રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં તાડપત્રી ઢાંકીને મુકેલ હતો. જે સામાન તારીખ ૧૧/૧૧/૨૦૨૪ના રોજ કામ ચાલુ કરવાના હોવાથી સ્થળ પર સામાન જોવા ગયેલા ત્યારે સ્થળ પર મુકેલ સામાન પૈકી લાક્ડાની પ્લેટૉ નંગ ૧૮ તથા લોખંડની પ્લેટૉ નંગ ૨૮ મળી કુલ નંગ ૪૬ જેની સાઇઝ ૮x૪ વાળી કુલ કિંમત રૂપિયા ૧,૧૧,૦૦૦/-ની મત્તાનો મુદામાલ ચોરીમાં ગયેલાનુ માલુમ પડતા તારીખ ૨૭/૧૧/૨૦૨૪ના રોજ ફરીયાદ આપતા વાલોડ પો.સ્ટે મા ગુનો દાખલ કરવામાં આવેલ છે.
આ કામે ડ્રેનેજ વર્કનો પેટા કોન્ટ્રાકટ અક્ષયભાઇ ભરતભાઇ ગોડલીયા રહેવાસી- બી-૨૦૨ બ્લેક પેલેસ વિજેડીએમ સ્કુલ પાસે, કામરેજ તા.કામરેજ જી.સુરતને આપેલ હોય તેઓને પોલીસ સ્ટેશન બોલાવી યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા પોતે તમામ પ્લેટો આઇસર ટેમ્પામાં ભરાવી ચોરી કરી લઇ ગયેલાની કબુલાત કરેલ છે. જેથી આ કામના આરોપી અક્ષયભાઇ ભરતભાઇ ગોડલીયા રહેવાસી- બી-૨૦૨ બ્લેક પેલેસ વિજેડીએમ સ્કુલ પાસે, કામરેજ તા.કામરેજ જી.સુરતને તારીખ ૨૭/૧૧/૨૦૨૪ના રોજ અટકાયત કરી ચોરીમાં ગયેલ લાક્ડાની પ્લેટૉ નંગ ૧૮ તથા લોખંડની પ્લેટૉ નંગ ૨૮ મળી કુલ નંગ ૪૬ કુલ કિંમત રૂપિયા ૧,૧૧,૦૦૦/-નો મુદામાલ રીકવર કરી ગુનો ડિટેકટ કરવામાં આવેલ છે.
આરોપીનુ નામ સરનામુ :- અક્ષયભાઇ ભરતભાઇ ગોડલીયા રહેવાસી- બી-૨૦૨ બ્લેક પેલેસ વિજેડીએમ સ્કુલ પાસે, કામરેજ તા.કામરેજ જી.સુરત
કબજે કરેલ મુદામાલ :- લાક્ડાની પ્લેટૉ નંગ ૧૮ તથા લોખંડની પ્લેટૉ નંગ ૨૮ મળી કુલ નંગ ૪૬ જેની સાઇઝ ૮X૪ વાળી કુલ કિંમત રૂપિયા ૧,૧૧,૦૦૦/-
કામગીરી કરનાર ટીમ :- શ્રી એમ.એમ. ગીલાતર પો.ઇન્સ. વાલોડ પો.સ્ટેની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જીજ્ઞેશભાઇ ગણપતભાઇ તથા હે.કો ધર્મેશભાઇ ઉમેશભાઇ તથા હે.કો શૈલેષભાઇ રમેશભાઇ તથા પો.કો મણીલાલ ઉકાજીભાઇ તથા પો.કો. દિવ્યેશભાઇ જેન્તુભાઇ તથા પો.કો. આશિષભાઇ અશ્વીનભાઇએ કામગીરી કરેલ છે.