તાપી:તાપી જીલ્લાના બોરીસાવર ગામે આવેલ પંડીત દિનદયાળ ગ્રાહક ભંડાર દુકાન સંચાલક ની ખુલ્લી અને લુખ્ખી દાદાગીરી.
સંજય ગાંધી તાપી – તાપી જિલ્લાના બોરીસાવર ગામે વેકુર,વાધનેરા ને જોડતી એક ફેર પ્રાઈઝ શોપ અનાજની દુકાન આવેલી છે જેમા ૮૦૦ થી ૯૦૦ કાર્ડ ધારકો આવેલા છે જેમને અનાજ ટાઇમસર આપવામા આવતુ નથી અને જો આપવામા આવે છે તો છેલ્લી તારીખોમા આપે છે. અનાજ નો જથ્થો પણ લોકોને પૂરતા પ્રમાણમાં સંચાલક દ્વારા આપવામાં આવતો નથી.અને કાર્ડ ધારકો દ્વારા પ્રશ્ર્ન પૂછવા જતા એવુ કહેવામા આવે છે કે થાય તે કરી લો જે હશે તેજ મળશે વધુ કંઈ બોલશો તો જે મળે છે એ પણ મળશે નહી.એવી લુખ્ખી ધમકી આ ફેર પ્રાઈઝ ગ્રાહક ભંડાર દુકાન સંચાલક પી.સી ચૌધરી દ્વારા લોકોને ધમકી આપવામા આવે છે. આ અન્યાય ની જાણ લોકો દ્વારા સોનગઢ તાલુકા પુરવઠા વિભાગમા પણ કરવામા આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કાર્ડ ધારકો ને ન્યાય મળે એ હેતુથી આદિજાતી વિકાસ મંત્રી આ ધટના ધ્યાને લઈ ઘટતી કાર્યવાહી કરવામાં આવે એવી લોકોની માંગ છે. હવે જોવુ રહ્યુ કે મંત્રી શ્રી લોકોને શું ન્યાય અપાવે છે.