મહેસાણામાં યુવકને જાણ કર્યા વિના કરી નાખી નસબંધી; મહિના બાદ હતા યુવકના લગ્ન.
સંજય ગાંધી દ્વારા : ગુજરાતમાં એક તરફ ખ્યાતિકાંડમાં આરોપીઓ દ્વારા તેના પાપનો ખુલાસો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ મહેસાણામાંથી ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાના યુવાને હોસ્પિટલની સામે ચોંકાવનારો આરોપ કર્યો છે. તેણે કહ્યું કે તેને લલચાવી ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કરાવી લેવામાં આવ્યું છે. આથી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
મહેસાણાના નવી સેઢાવી ગામનો બનાવ છે હાલ મળી રહેલી વિગતો અનુસાર આ બનાવ મહેસાણા જિલ્લાના નવી સેઢાવી ગામનો છે. અહી વગડામાં રહેતા યુવાને હોસ્પિટલ સામે ચોંકાવનારા આરોપ કર્યા છે. યુવાને કહ્યું કે તેને લલચાવી ફોસલાવીને તેનું નસબંધીનું ઓપરેશન કરી લેવામાં આવ્યું છે. અડાલજ તરફની હોસ્પિટલમાં લઈ જઈને તેનું ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. વગડામાં રહેતા મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા યુવાનનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે.