ABVP થરાદ દ્વારા સામાજિક સમરસતા દિવસ નિમિત્તે KGBV મોટીપાવડ ખાતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું….
પ્રતિનિધિ : થરાદ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા થરાદ તાલુકાના મોટીપાવડ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માં સામાજિક સમરસતા દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વ પ્રથમ દીપ પ્રાગટયથી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી
બાદમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સ્ટાફનું રાણી લક્ષ્મીબાઈ નો ફોટો આપી એ.બી.વી.પી ટિમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભાગ લીધેલ ૧૧ જેટલી વિદ્યાર્થીનીઓએ ડૉ.બાબા સાહેબ આંબેડકરના જીવન ચારિત્ર્ય પર વકતૃત્વ આપ્યું હતું. જેમાં એક થી ત્રણ નંબરે આવેલ વિદ્યાર્થીની ઓ ને એ.બી.વી.પી ટિમ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાશે. આ કાર્યક્રમમાં કે.જી.બી.વી ના વોર્ડન સંગીતાબેન,તારાબેન, અમિતાબેન,ચેતનાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા તેમજ એ.બી.વી.પી ટિમ માંથી બનાસકાંઠા ભાગ સંયોજક રાજેશભાઈ જોષી(નાનોલ), પિયુષભાઈ,મહેન્દ્રભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર,, હમીરભાઇ રાજપુત થરાદ,,







Total Users : 145943
Views Today : 