Pushpa 2: વડોદરામાં દર્શકોનો હોબાળો, જામનગરમાં પોસ્ટર ફાડી વિરોધ પ્રદર્શન.
સંજય ગાંધી : અલ્લુ અર્જુનની (Allu Arjun) મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2નું ટ્રેલર (Pushpa 2) રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની રજૂઆત પહેલાં ગુજરાતમાં પણ વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું. ગુજરાતમાં બે શહેરમાં પુષ્પા 2 ફિલ્મને લઈ હોબાળો થયો હતો.
વડોદરામાં શૉ મોડો શરૂ થતાં રિફંડની માંગણી
વડોદરના માંજલપુર ઇવા મોલમાં (PVR Eva mall vadodara) પ્રીમિયર શો 8.30 કલાકનો હતો. ફિલ્મ સમયસર શરૂ ન થતા દર્શકોએ હોબાળો કર્યો હતો. વડોદરા PVRમાં મોર્નિંગ શોમાં દર્શકોએ દેકારો કરતા પોલીસ બોલાવવી પડી હતી અને રિફંડની માંગણી કરવામાં આવી હતી. આ થિયેટરમાં વડોદરાના ફિલ્મ રસિકો વહેલી સવારનો 6 વાગ્યાનો શો જોવા માટે ઊંચા ભાવની ટિકિટ લઈને પહોંચ્યા હતા. સવારે 6 વાગ્યાનો શો બે કલાક મોડો શરૂ થતાં પ્રેક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા પ્રેક્ષકો થિયેટરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા થિયેટરના સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પ્રેક્ષકોની રજૂઆત સાંભળી હતી. પ્રેક્ષકોની રજૂઆત સાંભળ્યા બાદ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રેક્ષકોએ બે કલાક મોડા શરૂ થયેલા શોના કારણે રિફંડની માંગણી કરી હતી.