બાળ લગ્ન કરવા અને કરાવવા બિનજામીન પાત્ર ગુનો છે
બાળલગ્ન અંગેની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત તાપી જિલ્લાની જાહેર જનતા જાણવા જોગ સંદેશ
સંજય ગાંધી, તાપી તા. ૭ :- બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ – ૨૦૦૬ અંતર્ગત સ્ત્રી બાળકના ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પહેલા અને પુરુષ બાળકના ૨૧ વર્ષ પૂર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામાં આવે તો તેવા લગ્ન આ અધિનિયમ અંતર્ગત બાળલગ્ન છે, અને બિન-જામીનપાત્ર ગુનો બને છે. તેમજ આવા બાળલગ્ન કરાવે, સંચાલન કરે, સુચના આપે, પ્રોત્સાહન આપે અથવા મદદગારી કરે, કે ભાગ લે, તે દરેક વ્યક્તિઓ, આ અધિનિયમની કલમ ૯, ૧૦ અને ૧૧, (૧), (૨) અન્વયે ૨ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧ લાખ સુધીનો દંડ થઇ શકે છે.
તાપી જિલ્લામાં આપના વિસ્તાર ગામ, કે ફળિયામાં, જો કોઇ બાળલગ્નનું આયોજન કરેલ હોય, કે બાળલગ્ન કરતાં હોય, તો આપ જાહેર જનતા તે અંગેની માહિતી આપના નજીકના પોલીસ સ્ટેશન, ચાઈલ્ડ હેલ્પલાઈન – ૧૦૯૮ આપવા અથવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી – તાપી, શ્રી એસ. વી. રાઠોડ મો. ૯૪૨૯૫૬૫૯૯૬ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી – તાપી, શ્રી વી. બી. રાઠોડ મો. ૯૭૨૬૦૦૬૩૨૭ પર જાણ કરવા અનુરોધ કરાયો છે.
ઉપરાંત, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બ્લોક નં. ૪, ભોંયતળિયે, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા જિ.તાપી ફોન નં. ૦૨૬૨૬-૨૨૨૨૧૦ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બ્લોક નં. ૫, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા જિ.તાપી ફોન નં. ૦૨૬૨૬-૨૨૨૨૦૩ ને બાળ લગ્ન અંગેની માહિતી આપનાર વ્યક્તિની સંપૂર્ણ ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.એમ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીનીઅખબારી યાદીમાં જણાવાયું છે.