હિંમતનગર શહેર માં દિનપ્રતિદિન વધતી જતી ટ્રાફિક ની સમસ્યા માં જનતા પરેશાન.
હિંમતનગર ના સહકારી જીન વિસ્તારમાં આવેલ સર્વિસ રોડ પર ટ્રાફિક જામ ની સમસ્યા માં વધારો જોવા મળ્યો હતો.જેમાં હોસ્પિટલ,મોલ,દુકાન, શોપિંગ સેન્ટર ની મુલાકાતે આવતા લોકો આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિક જામ ની સમસ્યા વધારી રહ્યા છે
નિયમ મુજબ જોવા જઈએ તો કોમ્પલેક્ષ ની આગળ અને બેઝમેન્ટ પાર્કીગ હોવા છતાં ત્યાં મુકતા નથી કા તો પછી મુકવા દેવામાં આવતા નથી. હોસ્પિટલ કે અન્ય જગ્યાએ મુલાકાતે આવેલા મુસાફરો સર્વિસ રોડ પર આડેધડ પાર્કિંગ કરી રહ્યા છે જેથી અવર જવર કરતાં મુસાફરો ને ટ્રાફિક જામ નો સામનો કરવો પડતો હોય છે
જે તે કોમ્પલેક્ષ, શોપિંગ સેન્ટર ના માલિકો અથવા તો જેતે સંસ્થા ના માલિકો એ અહીં વ્યવસ્થિત પાર્કિંગ થાય એ માટે સિક્યોરિટી ગાર્ડ ને ટકોર કરવામાં આવે
અને એવી સારી વ્યવસ્થા રાખવી જોઈએ જેથી જનતા ને આ તકલીફ ન વેઠવવી પડે.રિપોર્ટર = સંજય ગાંધી








Total Users : 163254
Views Today : 