ભિક્ષુકને પૈસા આપ્યા તો થઈ શકે છે જેલ : એમ.પી ના ઈન્દોર માં ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ
સંજય ગાંધી દ્વારા – એક જાન્યુઆરી ૨૦૨૫થી ઇન્દોર ને ભિખારી મુક બનાવવા કડક પાલન : એક મહિલા ભિખારીએ ૧૦-૧૨ દિવસમાં ભીખ માંગીને ૭૫ હજાર એકત્ર કર્યા.
મધ્યપ્રદેશના ઈંદોરને ભિખારી મુક્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રએ ૧ જાન્યુઆરી ૨૦૨૫થી ભિખારી ઓને ભીખ આપનાર ની વિરુદ્ધ એફ.આર.આઈ દાખલ શરૂ કરવામાં આવશે.જિલ્લા કલેકટર આશિષસિંહે કહ્યું હતું કે વહીવટી તંત્રએ ઇન્દોરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ અગાઉથી જારી કર્યો છે. ઇન્દોર કલેક્ટરે કહ્યું કે બીક માંગવા વિરુદ્ધ અમારું જાગૃતતા અભિયાન ડિસેમ્બરના અંત સુધી અનેક શહેરોમાં ચાલશે જો કોઈ વ્યક્તિ એક જાન્યુઆરીથી દેખ આપતો જણાશે તો તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે. હું ઇન્દોરવાસીઓને અપીલ કરું છું કે તેઓ ભીખ આપીને પાપના ભાગીદાર ન બને. તેઓએ કહ્યું કે વહીવટી તંત્રએ છેલ્લા કેટલાક મહિનાઓમાં ભીખ માંગવા મજબૂર કરનાર તમામ ગેંગનો પડદાફાશ કર્યો છે અને બીક માંગવામાં સામેલ ઘણા લોકોનો પુનર્વાસ કર્યો છે. અત્રે એ ઉલ્લેખ કરીએ છે કે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દેશના 10 શહેરોને ભિખારી મુક બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.જેમા ઈન્દોર નો પણ સમાવેશ થાય છે. ઇન્દોર ને ભિક્ષુક મુક્ત બનાવવા માટે પોલીસ અને વહીવટી તંત્રની ટીમે થોડા સમય પહેલા ૧૪ ભિક્ષુકને પકડ્યા હતાં.આ કાર્યવાહી માં રાજવાડા ના શનિ મંદિર પાસેથી ૭૫ હજાર કબ્જે કર્યા હતા.જે મહીલા એ ૧૦-૧૨ દીવસમાં ભીખ માંગીને ભેગા કર્યા હતાં.