ઊના મારૂ કુંભાર સમાજ આયોજિત આતા નો શ્રધ્ધાંજલિ કાર્યક્રમ અને સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરાયું.
શ્રી મારૂ કુંભાર સમાજના ભીષ્મપિતામહ આગેવાન અને જીલ્લા પંચાયત પૂર્વ ચેરમેન, માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન એવા સ્વઃશ્રી લખમણ આતા ભીલવાળા (લખમણઆતા) ની 14 મી પુણ્યતિથિ નિમિતે તારીખ 18/12/24 ના રોજ સૌ પ્રથમ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ આતા નાં પ્રતિમા ને પુષ્પાંજલી ત્યારબાદ શ્રી લખમણભાઇ ભીલવાળા માર્ગ ની તકતી ને પુષ્પાંજલી કરી દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી કુંભાર સમાજ દ્વારા ઊના તાલુકાના કંસારી મુકામે આવેલ શ્રી મારૂ કુંભાર સમાજ ની વાડી માં શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા નુ ભવ્ય આયોજન કરાયું હતું. જેમા મારૂ કુંભાર સમાજ ના હજારો લોકો પ્રસાદ લેવા પધાર્યા હતા. ઉપસ્થિત લોકોને સમાજના યુવા અગ્રણી અને રાજકીય આગેવાન શ્રી પ્રકાશભાઈ ટાંક એ સ્વ. લખમણ આતા ને શ્રદ્ધાંજલી આપી તેના ચીંધેલા રાહ પર ચાલવા અને વિવાદિત લોકોને આહવાન કર્યું તમને નથી ગમતું તે હમે છોડી દઈએ અને અમને નથી ગમતું તે તમે છોડી દો એટલે સમાધાન કરવા અને વાદ વિવાદ ભૂલી સમાજની એકતા અને શિક્ષણ માટે આહવાન કર્યું હતું . વજુભગત અને એકતા મંચ સંગઠન ગ્રુપ ઉના વતી શ્રી શાંતિલાલ કીડેચા પણ હાજરી આપી હતી. સમાજ ના બારોટ દેવ શ્રી નાથુભાઈ બારોટ અને શ્રી કનુભાઈ બારોટ એ પણ હાજરી આપી હતી. સમાજ પીઠ આગેવાન શ્રી બાબુભાઇ ભગાભાઈ માળવી ધોકડવા ના અધ્યક્ષ સ્થાને કથા પરિપૂર્ણ કરવામાં આવી હતી. વિશેષ માં સમૂહ આરતી સ્વરુપે ઉપસ્થિત દરેક લોકો ના હાથમાં મીણબત્તી પ્રગટાવીને શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર ધર્મેશ ચાવડા