સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
લોકહિતના પાયાના પડતર પ્રશ્નો ઝડપી નિકાલ કરવા મંત્રીશ્રી ની અધિકારીઓને સૂચના
સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જિલ્લાના વિકાસના કામો મંજૂર થયાં છે તે પ્રજાલક્ષી વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં ટ્રાફિક, એસટી ડેપો, જમીન માપણી,ઓવરબ્રિજ, ગટર લાઈન, સ્વચ્છતા સહિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નગરપાલિકાઓના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓ લાભથી વંચિત ન રહે અને ઝડપથી લાભ મળે તે અંગે જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓએ વિકાસના કામો કયા સ્ટેજે છે અને કેટલી પ્રગતિ થઈ તેનો રિપોર્ટ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યો હતો.
આ બેઠકમાં હિંમતનગર ધારાસભ્યશ્રી વી ડી ઝાલા, ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. રતન કંવર ગઢવી ચારણ, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, ઈ. ચા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પાટીદાર, નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, અગ્રણીશ્રી કનુભાઈ પટેલ, અગ્રણીશ્રી વિજય પંડ્યા સહિત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891