Monday, December 23, 2024

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં કાર્યકમ યોજાયો.

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં કાર્યકમ યોજાયો.

 

સંજય ગાંધી દ્વારા તા.૨૩

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા હિંમતનગર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરને ફુલહાર કરી ધરણા પ્રદશઁન કરવામાં આવ્યા.

 

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ એ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે રાજ્યસભામાં ખુબજ અપમાનજનક ટિપ્પણી કરી હતી તેના વિરોધ માં આજરોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા સીવીલ સર્કલ પાસે આવેલ ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ધરણાં નો કાર્યકમ યોજાયો હતો

જીલ્લા કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા અપમાનજનક ટિપ્પણી માટે અમિતશહ માફી માંગે તેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને રાજીનામાંની માગણી કરી હતી સાથે અમિતશાહ રાજીનામું આપે તેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા

 

ધરણાંના આ કાર્યકમ માં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલે જણાવ્યું હતું કે ડૉ બાબાસાહેબ આંબેડકર નું અપમાન એ કરોડો ભારતીયો નું અપમાન છે માટે અમિતશાહ માફીમાંગે અને રાજીનામું આપે

 

જેમા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ કુમ્પાવત અને એસ સી.સેલ પ્રમુખ હષઁદભાઇ મકવાણા, બેચરસિહ , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રંતનબેન સુતરીયા,જિલ્લા મહામંત્રી પ્રિયવદન પટેલ , વિપક્ષ નેતા પ્રભાતસિહ ,તાલુકા પ્રમુખો અજમેલસિહ,એસ.કે ઝાલા, રામસિંહ,દિનેશભાઇ, રાજેન્દ્ર ડોણ,ગુલાબભાઇ ગમાર કમળાબેન,લીલાબેન,અરુણાબેન,રેખાબેન , જયોતિબેન, ટીવી પટેલ,વિમલસિહ,રાકેશભાઈ,નિરુબેન ,અનિલ પંડ્યા, શૈલેશ પંડ્યા દિલીપ યોગી

ઇશાકભાઇ,રણછોડ પરમાર,કુમાર ભાટ ,યુસુફ બચ્ચા સમેત આગેવાનીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores