બાબાસાહેબ આંબેડકર વિશે અપમાન જનક શબ્દ વાપરનાર અમિત શાહ વિરુદ્ધ પગલાઓ ભરવા આવેદનપત્ર સોંપાયું.
સંજય ગાંધી દ્વારા તાપી
ગત રોજ તા. ૨૩/૧૨/૨૦૨૪ ના રોજ નિઝર તાલુકાના આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ તેમજ તાલુકાના જુદા જુદા સંગઠનો દ્વારા બાબાસાહેબ આંબેડકરને અમિત શાહ દ્વારા અપમાન જનક શબ્દ વાપરવામાં આવ્યો હતો.
એના અનુસંધાને નિઝર તાલુકાના પ્રાંત અધિકારીશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું.
નિઝર તાલુકા ગુજરાત રાજ્યના SC, ST, OBC તેમજ માઈનોરીટીના નાગરિકો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, ભારતીય બંધારણના શિલ્પકાર ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષે કેદ્રિય ગૃહમઁત્રી અમિત શાહે લોકસભામાં ઈરાદાપુર્વક અપમાનજનક ટીપ્પણી કરેલ છે. પછાતવર્ગના મસીહાને ફેશન બતાવી ભારતીય સંવિધાનના મુલ્યો સમતા-સ્વતંત્રતા-ન્યાય અને બંદુતાનું ઉલ્લંઘન કર્યું છે, સમગ્ર વિશ્વની લાંબામાં લાંબી લોકશાહી આપનાર બાબા સાહેબનું અપમાન કરનાર અમિત શાહ દેશના મહત્વના પદને લાયક નથી તેઓને તાત્કાલિક અસરથી બરતરફ કરી માફીનામું માંગવું જોઈએ. ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. સૌને સ્વર્ગ નરકની કાલ્પનિક વાતોથી કરોડો લોકોની લાગણી દુભાવી છે. સમગ્ર દેશમાં તણાવ ઉભો કરી શાંતી ભંગ કરી છે. આ નિવેદન ખૂબ જ અપમાનજનક અને ભારતીય સંવિધાનના મૂલ્યોને ઠેસ પહોંચાડનારુ છે. દેશમાં ભાઈચારો રહે, શાંતી જળવાય તેમજ સંવિધાનના નીતિનિયમોનુ પાલન થાય તે હેતુસર નીચે મુજબ ત્રણ મુદ્દા ધ્યાને લઈ તાત્કાલીક કાર્યવાહી કરવા ન્યાયની અપેક્ષા સહ અમારી માંગ નીચે મુજબની છે. ૧] અમિત શાહને ગૃહમંત્રી પદ પરથી તાત્કાલીક હઠાવવા. ૨] સંવિધાનના મૂલ્યોનું રક્ષણ કરવું. ૩) આ પ્રકારના નિવેદનતથી દેશમા પેદા થયેલ તણાવને રોકવા તાકીદે પગલા ભરવા રજૂઆત કરાઈ હતી.