વડાલી શહેરના ચામુંડા માતાજી ના મંદિર ખાતે પંખી ઘરના ઉદ્ઘાટન નિમિત્તે સત્સંગ મેળાવડો યોજાયો
પંખી ઘરના ઉદ્ઘાટન નિમિત્તે ચામુંડા માતાજીના મંદિરમાં સત્સંગ વણકર સમાજ તેમજ મુમુક્ષ મંડળના આત્મભાવથી યોજાયો
આ સત્સંગ મેળાવડામાં કોબા થી પધારેલ પૂજ્ય સંત શ્રી સુરેશ પ્રભુ શ્રીમદ રાજચંદ્ર કેન્દ્ર અને પૂજ્ય શ્રી દયાલ દાસ બાપુ કબીર કુટીયા માથાસૂરથી પધાર્યા હતા અને તેમણે તેમની અમૃતવાણીમાં રસપાન કરાવ્યું હતું
પંખી ઘરના ઉદઘાટન નિમિત્તે યોજાયેલ સત્સંગ મેળાવડામાં વણકર સમાજના મોટાભાગના લોકો જોડાયા હતા
આ સત્સંગ મેળાવડો રવિવાર તારીખ 29/ 12/ 2024 ને સવારે 9:00 કલાકે થી 12 કલાક સુધી યોજાયો હતો અને અંતમાં પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદ લઈને સૌ ભક્તો એ ધન્યતા અનુભવી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891