Sunday, January 5, 2025

શ્રી ખુ.મ. ગાંધી પ્રાથમિક શાળા, વ્યારા ના વિદ્યાર્થીઓ પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવામા આવી.

શ્રી ખુ.મ. ગાંધી પ્રાથમિક શાળા, વ્યારા ના વિદ્યાર્થીઓ પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવામા આવી.

 

(સંજય ગાંધી તાપી) શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી ખુ.મ. ગાંધી પ્રાથમિક શાળા વ્યારા ના ધોરણ -૩ ના વિદ્યાર્થીઓને માલીવાડ ખાતે મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાતે લઈ જવામાં આવ્યા. પાઠ્યપુસ્તકમાં પોસ્ટ ઓફિસ વિશે સાંભળ્યું હતું પરંતુ પ્રત્યક્ષ પોસ્ટ ઓફિસ જોઈ અને તેની કામગીરી જોઈ વિદ્યાર્થીઓ ખુશ થયા. પોસ્ટ માસ્ટર શ્રીમતી કલાબેન તથા સમગ્ર કર્મચારીઓનો ખુબ સુંદર સાથ સહકાર મળ્યો. વિજયેન્દ્રભાઈ દ્વારા વિદ્યાર્થીઓને પોસ્ટકાર્ડ, કવર, વિવિધ સ્ટેમ્પ્સ અને તેની કિંમત, પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓ, મની ઓર્ડર તથા રજીસ્ટર્ડ પોસ્ટ ની અને પૈસાની લેવડ-દેવડની પણ સમગ્ર કામગીરી તથા માહિતીની વિસ્તૃત સમજ આપવામાં આવી. શાળા પરિવાર તરફથી પોસ્ટ માસ્ટર તથા સમગ્ર સ્ટાફનો આભાર માનવામાં આવ્યો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores