તાપી જિલ્લા ની વ્યારા સંસ્કૃત કોલેજે રાજય કક્ષાએ કબડ્ડીમાં પ્રથમ નંબર મેળવ્યો.
સંજય ગાંધી તાપી તા.૬
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,વેરાવળ દ્રારા અંબાજીનાં ધામમાં રાજય કક્ષાનો ૧૮મો યુવક મહોત્સવનું આયોજન તા.૦૩/૦૧/૨૦૨૫ થી તા. ૦૫/૦૧/૨૦૨૫ દ્રારા કરવામાં આવેલ હતું. જેમાં માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં પ્રટાંગણમાં ચાલતી નવજાગૃતિ સંસ્કૃત કોલેજ, વ્યારાનાં વિદ્યાર્થીઓએ ભાઈઓની રાજય કક્ષાનાં યુવક મહોત્સવમાં કબડ્ડીની રમતમાં પ્રથમ નંબર મેળવી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી હતી.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,વેરાવળ આયોજિત રાજય કક્ષાનાં યુવક મહોત્સવમાં કબડ્ડીની રમતમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી ૨૬ કબડ્ડીની ટીમોએ ભાગ લીધો હતો.કબડ્ડીની ફાઈનલ સ્પર્ધામાં નવજાગૃતિ કોલેજની ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમના વિદ્યાર્થીઓને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.સુકાન્તકુમાર સેનાપતિ અને કુલસચિવશ્રી લલીતકુમાર પટેલે પ્રમાણપત્ર તેમજ ટ્રોફી એનાયત કરી હતી. કોલેજના આચાર્યશ્રી પ્રવિણભાઈ ગામીતના માર્ગદર્શન મેળવી કોલેજના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક આ યુવક મહોત્સવમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત રાજય કક્ષાના યુવક મહોત્સવની વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં યોગાસનમાં નીલ અતુલભાઈ શાહે બીજો અને સોનીબેન બરડે ત્રીજો નંબર મેળવ્યો હતો. બહેનોની લાંબી કૂદ સ્પર્ધામાં અનિતાબેન ચોર્યાએ પ્રથમ નંબર અને ૨૦૦ મીટર દોડની સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો હતો. તથા સ્વીટીબેન જીતેન્દ્રભાઈ ગામીતે ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં બીજો અને બેડમિન્ટલ સિંગલમાં ત્રીજો નંબર મેળવ્યો હતો. ગોળા ફેંક અને ચક્રફેકમાં ગાયત્રીબેન જગદીશભાઈ ગામીતે બંને સ્પર્ધાઓમાં બીજો નંબર મેળવ્યો હતો. તેમજ ઉચીકૂદમાં રવિનાબેન રાજેશભાઈ ગામીતે બીજો નંબર મેળવ્યો હતો. બહેનોની ૪૦૦ મીટર દોડમાં સુસ્મીતાબેન ઢોડિયાએ બીજો નંબર અને ભાઈઓની ૪૦૦ મીટર દોડમાં નિશાંત સુરેશભાઈ ગામીતે બીજો નંબર મેળવ્યો હતો તેમજ ચેસ સ્પર્ધામાં પ્રભાવતીબેન પાનાભાઈ ગામીતે ત્રીજો નંબર મેળવ્યો હતો. કોલેજના ચેરમેનશ્રી અજયસિંહ રાજપુતે વિદ્યાર્થીઓના ઉત્કૃત દેખાવ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તથા ટ્રસ્ટી જયેશભાઈ પારેખે વિદ્યાર્થીઓને મેળવેલ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.