સાબરકાંઠા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ પ્રથમ સ્નેહમિલન સમારોહ યોજાયો.
સમાજના 100 થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું.
સંજય ગાંધી સા.કાં તા.૭ હિંમતનગરના ડૉ.નલીનકાન્ત ગાંધી ટાઉન હોલમાં હિંમતનગરમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા પ્રેરિત સાબરકાંઠા જીલ્લાનું પ્રથમ સ્નેહમિલન સમારોહ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો,સમાજના 100 થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું જેમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા,સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહી સમારોહનું દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો
અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરાની કાર્યશૈલી અને કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું હતું.સમાજના ધો-10 અને 12 ,ડીપ્લોમાં,સ્નાતક,અનુસ્નાતક સહિતના 100 થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા,હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા,અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરાના ટ્રસ્ટી પ્રવીણભાઈ અંબાલાલ પ્રજાપતિ, દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાબરકાંઠા જીલ્લાના પ્રજાપતિ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.