તલોદના સિમલીયા ખાતે જિલ્લા આરોગ્ય અધિકારિશ્રીની ઉપસ્થિત્તિમાં ગર્ભાશયના મુખના કેન્સર અને એનિમિયા અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં તલોદના સિમલીયા ખાતે આરોગ્ય અધિકારિશ્રીની ઉપસ્થિત્તિમાં ગર્ભાશયના મુખના કેન્સર અને એનિમિયા અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો હતો. એસ.બી.સી.સી કાર્યક્ર્મને 2 વર્ષ પુર્ણ થતા જિલ્લાકક્ષાની ઉજવણી કરાઈ હતી. આ બેઠકમાં આયુષ્માન આરોગ્ય મંદિર સિમલીયા ની ટીમ દ્વારા પ્રાથમિક શાળા અને આંગણવાડીના સહયોગ થી વિવિધ કાર્યક્રમોનું વિશેષ આયોજન કર્યું હતું.જેમાં શાળાના બાળકો અને પીયર એજ્યુકેટરો દ્વારા વ્યસનમુકતિ, સ્વચ્છ્તા અભિયાન, માસિક દરમિયાનની કાળજી, સિકલસેલ એનિમિયા, સોશીયલ મીડીયાની જનમાનસ પર અસર તથા આશા કાર્યકરો દ્વારા અંધશ્રધ્ધા અંગે સરળ ભાષામાં પ્રેરક સંદેશા આપતા નાટકની સુંદર રજુઆતો કરી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજ સુતરીયાએ જણાવ્યું કે સ્વસ્થ સમાજ્ના પાયામાં સગર્ભામાતાઓ,ધાત્રીમાતાઓ અને કિશોરીની સ્વસ્થતા છે. આપણે સહું પોષણયુકત આહાર, હેન્ડવોશ, રસીકરણ, જેવી નાની પણ મહત્વની બબાતો પ્રત્યે જાગૃત રહીશું તો સ્વસ્થ સમાજનું ચોક્ક્સ નિર્માણ કરી શકીશું. આરોગ્ય અને પરિવાર કલ્યાણના વિવિધ કાર્યક્રમોના સફળતમ અમલીકરણ માટે સામાજિક વર્તણુંક પરિવર્તન સંચાર કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્યકક્ષાએ નિયમિત બેઠકો યોજી તેના સારા પરિણામો આપણે મેળવી રહ્યા છીએ. હાલમાં ચાલી રહેલ મેટાન્યુમો વાઇરસ (HMPV) અંગે જાગૃત રહેવા તેમજ તે અંગે બાળકો અને વૃધ્ધોને સવિશેષ કાળજી લેવા જણાવ્યુ હતું.
સમગ્ર જીલ્લામાં ૩૬ જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓની સીટ મુજબ બેઠકો યોજવામા આવી હતી. જેમાં ૧૪૦૦ થી વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહી આરોગ્ય વિષયક જાણકારી મેળવી હતી. આ સાથે ઓછા વજન ધરાવતી સગર્ભા માતાઓની કાળજી માટે લાલનપાલન કાર્યક્રમ પણ યોજવામા આવ્યો હતો.
આ બેઠકમાં બાળકોને ઇનામ અને અતિજોખમી સગર્ભામાતાઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્યશ્રી,ગામના સરપંચશ્રી, તાલુકા આરોગ્ય અધિકારિશ્રી સહિત લોકઅગેવાનો અને આરોગ્યશખાના અધિકારી- કર્મચારિઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891