ગીર ગઢડા આયુષ મેળો : યોગ, આયુર્વેદ, હોમિયોપેથી સારવારનો આયુષ મેળો યોજાયો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને આયુષ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ગીર સોમનાથ તા-11/1/25 ના રોજ સ્વામી નારાયણ મંદિર ,ગીર ગઢડા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આમંત્રિત મહેમાનો તેમજ સમગ્ર જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથીક મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને યોગ નિષ્ણાત ની ટીમ હાજર રહી. સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ગીર સોમનાથ વૈદ્ય વિજયસિંહ એસ ગોહિલ ના જણાવ્યા અનુસાર સમગ્ર આયુષ મેળાના કાર્યક્રમ દરમિયાન રાખવામાં આવેલ આયુષ પદ્ધતિની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ જેવી કે આયુર્વેદ નિદાન સારવાર હોમિયોપથી નિદાન સારવારનો યોગ 1 નિદર્શન,સાંધા સ્નાયુના દુઃખાવામાં રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા,આયુષ પ્રદશની, રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળા વિતરણ, સમશમની વિતરણ, આર્સેનિક આલ્બમ વિતરણ, સુવર્ણપ્રાશન,તથા અન્ય સેવાઓ નો કુલ 3500 થી વધુ લોકોએ લાભ લીધો હતો.આપણા જીવનને જીવન ના અંત સુધી તંદુરસ્ત રાખવું હોય તો દૈનિક જીવનચર્યા ઋતુચર્યા શરીરની પ્રકૃતિ, ખોરાકની પસંદગી અને તાસીર ઉપરાંત જીવનમાં યોગના મહત્વને બરાબર સમજવું પડે અને આ બધી બાબતો આર્યુવેદમાં સ્પષ્ટ પણે સમજાવે છે એટલે આપણી જીવનશૈલીને ઠીકઠાક રાખવાનો રાહ આર્યુવેદ પાસે છે. બિમાર જ ન પડવું હોય તો આપણી જીવનશૈલી તરફ ધ્યાન, ઋતુચર્યા પણ ધ્યાન આપવું પડે, શરીરની પ્રકૃતિને સમજી એ પ્રમાણે ખોરાક લેવો પડે એવું મને તાલુકા મથક ગીર ગઢડા મુકામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર પ્રેરીત નિયામકશ્રી, આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત અને આર્યુવેદ શાખા, જિલ્લા પંચાયત, ગીર સોમનાથ દ્વારા આયોજિત આયુષ મેળામાં સમજાયું. લોકમેળાનો આનંદ તો ઘણી વખત માણેલો પણ આયુષ મેળો માણવો એ મારા માટે જીવનની પ્રથમ ઘટના હતી. આયુષ્ય મેળામાંથી મળેલ આરોગ્યલક્ષી ભાથુ જીવનને તંદુરસ્ત રાખવામાં બળ પુરૂ પાડશે.
આયુષ્ય મેળામાં એક શબ્દ સાંભળવા મળ્યો દર્દી નારાયણ જે ઘણો સુચક હતો.
|| સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા ||
રીપોર્ટ: ધર્મેશ ચાવડા ગીર ગઢડા