તાપી જિલ્લા તારીખ 12 જાન્યુઆરી ના રોજ ઉચ્છલ તાલુકા મા નારણપુરા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ વરપાડા નેશું નારણપુરામાં જન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ( ઉકાઇ) તેમજ હોસ્ટેલ સ્ટાફ દ્વારા સ્પોર્ટ્સ સ્પર્ધા નોં કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં વોલીબોલ ,ચેસ, કેરમ, પેઇન્ટિંગ સ્પર્ધા વગેરે 11 જેટલી રમતો ની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં 100 છોકરા તેમજ 100 જેટલી છોકરીઓ એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં બાળકો દ્વારા પ્રાથના કરી તેમજ ટ્રસ્ટ ના સભ્યો તેમજ હોસ્ટેલ સ્ટાફ દ્વારા દિપ પ્રજ્વલિત કરી અને ટ્રસ્ટ ના પ્રમુખ દ્વારા રીબિન કટિંગ કરી કાર્યક્રમ ની સરું વાત કરવામાં આવી અને વિજેતા ટીમો ને ટ્રોફી તેમજ ગિફ્ટ આપવામાં આવ્યા.