એક ભારત સંજય ગાંધી તા.૧૨
ગત રોજ ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ વન્ડર સિમેન્ટ દ્વારા “વંડર કી ઉડાન” કોન્ટ્રાક્ટર ભાઈઓ માટે પ્રોગ્રામ સાબરકાંઠા ના હિંમતનગર ખાતે દેવાયત પાર્ટી પ્લોટ માં રાખવામાં આવેલ હતો.જેમાં સાબરકાંઠા જિલ્લામાંથી બધા જ કોન્ટ્રાક્ટર ભાઈઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને 250 જેટલા કોન્ટ્રાક્ટર ભાઈઓ એ હાજરી આપી હતી.જેની અંદર રજીસ્ટ્રેશન કરી અને એન્ટ્રી આપવામાં આવી હતી ત્યાં પતંગ અને દોરી પ્રોવાઇડ કરવામાં આવી હતી ડીજેના તાલ સાથે બધા જ કોન્ટ્રાક્ટર ભાઈઓએ ખૂબ પતંગ ઉત્સવનો લાભ લીધો આવું કરનાર વન્ડર સિમેન્ટ એ પહેલી કંપની છે કે જેમને કોન્ટ્રાક્ટર ભાઈઓ માટે આ રીતનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડિસ્ટ્રીબ્યુટર નાનુભાઈ પટેલ ખૂબ રસ લઈને ભાગ લીધો અને કોન્ટ્રાક્ટર ભાઈઓને વિવિધ પ્રકારના પતંગની પ્રતિયોગ્યતામાં ઇનામો આપ્યા.