>
Saturday, May 17, 2025

હિંમતનગરમાં ઉતરાયણ બાદ દોરી એકત્ર કરવા જીવદયા પ્રેમી અલ્પેશ બારોટ નો અનોખો પ્રયોગ.

હિંમતનગરમાં ઉતરાયણ બાદ દોરી એકત્ર કરવા જીવદયા પ્રેમી અલ્પેશ બારોટ નો અનોખો પ્રયોગ.

 

જે લોકો ૧ કીલો દોરી લ‌ઈ આવે તેને ૧૦૦ રૂપિયા.

(એક ભારત ન્યૂઝ સંજય ગાંધી) ઉતરાયણ નો તહેવાર સંપન્ન થયા પછી ઠેર ઠેર દોરી ઓ રસ્તા,વીજતાર,મકાન ની છત પર પડી રહી હોવાથી પશુ-પક્ષી માનવ જાત ને ઈજાગ્રસ્ત થવાની શક્યતા ઓ રહેતી હોય છે હિંમતનગર ના જીવદયા પ્રેમી અલ્પેશ બારોટ ધ્વારા છેલ્લા બે દિવસથી ૨૦ માણસો રાખી દોરીના ગુચ્છા એકત્ર કરાઈ રહ્યા છે અને તેમના અંદાજ ૧૦૦ કીલો દોરી એકત્ર કરવાનું મિશન અભિયાન હાથ ધર્યું છે.

 

જીવદયા પ્રેમી અલ્પેશ બારોટે જણાવ્યું હતું કે ઉતરાયણ પર્વ બાદ પતંગ ની દોરી અલગ અલગ સ્થળે લટકતી દોરી ના કારણે પશુ-પક્ષી અને માનવજાત ને અવારનવાર ઈજા થતી હોય છે જેમાં અનેક ઈજા ના દાખલા છે.ઉતરાયણ બાદ પતંગ રસિકો ને અંદાજ નથી હોતો કે કપાયેલા પતંગની દોરી કેટલી નુકસાન કારક સાબિત થ‌ઈ શકે છે.અલ્પેશ બારોટે ગત વર્ષે પણ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.દોરી એકત્ર કરવા ૨૦ માણસો ને પોતાના સ્વખર્ચે ૫૦૦ રૂપિયા રોજ અને જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે તે સિવાય શહેરના કોઈપણ નાગરિક એક કિલો દોરી કેમ્પ પર લ‌ઈ આવી જમાં કરાવે તેમને ૧૦૦ રૂપિયા આપી રહ્યા છે.૧૦૦ કીલો દોરી એકત્ર કરવાનો એમનો સંયમ છે અને ત્યાર બાદ દોરી ને સળગાવી તેનો નાશ કરાશે.આ વખતે સૌથી વધુ દોરી એકત્ર કરવામાં આવી છે અને ચાઈનીઝ દોરીનું પ્રમાણ વધું છે લોકોએ જાગૃત થઈ જાતે ચાઈનીઝ દોરી નો ઉપયોગ ટાળવો જોઈએ.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores