અરવલ્લી જિલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત
રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભિખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ હાજરી આપી.
કાર્યક્રમમાં મંત્રીશ્રી સાંસદશ્રી અને કલેકટરશ્રી દ્વારા લોકોને પ્રોપર્ટીકાર્ડ અંગે લાભ જણાવવામાં આવ્યા. આ ઉપરાંત લોકોને ખોટી ભ્રામક અફવાઓથી દૂર રહેવા પણ સૂચન કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લામાં ૪૮૦ ગામડાઓમાં ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. જિલ્લામાં ૨૦ હજાર ૭૦૦ જેટલા પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ ચૂક્યા છે જે પૈકી ૧૭ હજાર ૪૦૦થી વધુ પ્રોપર્ટી કાર્ડનુ વિતરણ કરવામાં આવી ચૂક્યા છે. ઉપરાંત અરવલ્લી જિલ્લાને ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP હેઠળ ૯૯ ટકાથી વધુ સફળ કામગીરી માટે ‘ભૂમિ સન્માન પ્લેટિનમ સર્ટિફિકેટ’ એવોર્ડ પણ મળ્યો છે.
સ્વામિત્વ યોજના (સર્વે ઓફ વિલેજીસ ઍન્ડ મેપીંગ વિથ ઈમ્પ્રોવાઇડ ટેક્નોલોજી ઇન વિલેજ એરીયા) આ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલ્કતના નકશા બનાવી મિલ્કત ધારકોને રેકોર્ડ ઓફ રાઈટ એટલે કે કાનુની માલિકી હક (પ્રોપર્ટીકાર્ડ/માલિકીનો દસ્તાવેજ) આપવામાં આવે છે.
સ્વામિત્વ યોજનાનો ઉદ્દેશ અને લાભ:-
1.ગ્રામીણ વિકાસના આયોજન તેમજ પ્રોપર્ટીની તકરારો દુર કરવા સચોટ જમીન રેકોર્ડ તૈયાર કરવું.
2. લાભાર્થી પોતાની મિલ્કતનો ઉપયોગ લોન મેળવવા તેમજ અન્ય આર્થિક લાભ મેળવવા કરી શકે જેથી ગ્રામીણ નાગરિકોના જીવનમાં આર્થિક સ્થિરતા આવે.
3. સંપત્તિ કરનું ચોક્કસ નિર્ધારણ કરી શકાશે જેનો સીધો લાભ ગ્રામ પંચાયતોને પ્રાપ્ત થશે. તેમજ રાજયના રાજકોષમાં વૃધ્ધિ थशे.
4. આ યોજના અંતર્ગત તૈયાર થયેલ જી.આઈ.એસ. નકશાઓનો ઉપયોગ દરેક વિભાગ દ્વારા આયોજન ઘડવામાં કરી શકાશે.
5. ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) તૈયાર કરવામાં મદદરૂપ થશે.
આ અવસરે વડાપ્રધાનશ્રીના વક્તવ્યનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા અને નશામુક્તિ અંગેના સામૂહિક શપથ લેવામાં આવ્યાં હતાં.
આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રિયંકાબેન ડામોર, જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પરીક, બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેકટરશ્રી રાજેશ કુચારા, મોડાસા પ્રાંત અધિકારી દેવેન્દ્ર મીના સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
પત્રકાર. વિશાલ ચૌહાણ અરવલ્લી
મો ન 9998340891