ડાયમંડ જ્યુબિલી જામ્બોરી તામિલનાડુ રાજ્ય ના ત્રિચી મુકામે યોજાનાર છે તેમાં ભાગ લેનાર સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ ના બાળકો અને શિક્ષક શ્રી ઓ માટે નો શુભેચ્છા સમારોહ જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે યોજવામાં આવ્યો.
એક બુલબુલ, ત્રણ ગાઈડ, એક સ્કાઉટ, બે રેન્જર, એક ગાઈડ કેપ્ટ્ન, બે સ્કાઉટ માસ્ટર અને એક રેન્જર લીડર ડાયમંડ જ્યુબિલી જામ્બોરી માં ભાગ લેવા જશે – ચીફ કમિશ્નર અતુલભાઈ દીક્ષિત
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
સ્કાઉટ ભારત સ્કાઉટ ગાઈડ સંઘ ને 75 વર્ષ પુરા થતા હોઈ ડાયમંડ જ્યુબિલી જામ્બોરી તામિલનાડુ રાજ્ય ના ત્રિચી મુકામે યોજાનાર છે તેમાં ભાગ લેનાર સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ ના બાળકો અને શિક્ષક શ્રી ઓ માટે નો શુભેચ્છા સમારોહ જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે યોજવામાં આવ્યો હતો. તેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય , જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ના અંગત મદદનીશ શ્રી અજયભાઇ સોની,સ્ટેટ એસ આઈ GES -class 2 શ્રી મેહુલભાઈ પટેલ, જિલ્લા ચીફ કમિશ્નર શ્રી અતુલભાઈ દીક્ષિત, જિલ્લા સ્કાઉટ કમિશ્નર શ્રી નીતિનભાઈ ગુર્જર, જિલ્લા ગાઈડ કમિશ્નર શ્રીમતી ભારતીબેન ચૌધરી, રેન્જર કમિશ્નર શ્રીમતી સોનલબેન ડામોર મદદનીશ આયોજક કમિશનર શ્રીમતી વૈશાલીબેન પટેલ, મદદનીશ ગાઈડ કમિશ્નર શ્રીમતી નિપૂર્ણાબેન શાહ,તથા ગાઈડ કેપ્ટ્ન શ્રીમતી કલ્પનાબેન નિનામા ઉપસ્થિત રહ્યા હતા.Dpeo ઉપાધ્યાયે સ્કાઉટ ગાઈડ ને જરુરી માગઁદશઁન આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને જીલ્લા નું નામ રોશન કરવા જણાવ્યું હતું.