વડાલીની શેઠ સી જે હાઈસ્કૂલમાં બે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો બનાવ સામે આવ્યો
વડાલીની શેઠ સી જે હાઇસ્કુલ માં ધોરણ 11 આર્ટસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બે શિક્ષકો દ્વારા માર મારવાનો કિસ્સો સામે આવ્યો
વડાલી ની ખ્યાતનામ શેઠ સી જે હાઇસ્કુલ માં અભ્યાસ કરતા બાળકને છેલ્લી બેચ ઉપર બેગ ખોળામાં લઈને બેઠો હતો પહેલા પિરિયડમાં શિક્ષક આવ્યા ન હતા એટલે બધા એકબીજા સાથે વાતો કરતા હતા જ્યારે શિક્ષક ક્લાસ રૂમમાં આવ્યા ત્યારે તેને ઉભા થવા કહ્યું છેલ્લી બેન્ચ ઉપર બેસીને કેમ અવાજ કરે છે તેણે કહ્યું કે બેગ ખોળામાં છે નીચે મૂકીને ઉભો થઈ રહ્યો છું કહેતા ની સાથે જ વાળ પકડીને બેચ માંથી બહાર કાઢી ને માર માર્યો

એક વિદ્યાર્થી બાજુના ક્લાસમાં જઈને શિક્ષકને બોલાવી લાવ્યા કે તેઓ તેને છોડાવે તેઓ હાથમાં દંડો લઈને આવ્યા બીજા સાહેબ આવી જતા કેમ મારો છો કહેતા પંડ્યા સાહેબ કહ્યું ખૂબ અવાજ કરે છે ક્લાસમાં ઊભા થવાનું કહ્યું તો બે જ નીચે મૂકી ઊભો થઈ રહ્યો છું કહે છે બીજા શિક્ષકના હાથમાં જાડો ડંડો હતો તેને માથામાં મારવા જતા માથાનો બચાવ કરતા જમણો હાથ માથા પર મુકતા જોરથી કાંડાથી ઉપર મારતા તેનો હાથની ચામડી ફાટી લોહી વહેવા લાગ્યું
ત્યારબાદ સીડી પાસે લઈ જઈ વાળ પકડી ગળાની પાછળ ફેટ મારી વિદ્યાર્થીને ચેક કરાવતા તેને સ્કૂલમાંથી બહાર કાઢી કહ્યું કે હવે સ્કૂલમાં પગને મૂકતો બીજા બાળકો પ્રિન્સિપાલ ને બોલાવવા ગયા પણ પ્રિન્સિપાલ સ્કૂલમાં તે દિવસે હાજર ન હતા એટલે લોહી વાળા કપડા સાથે વિદ્યાર્થી રડતો રડતો ચક્કર આવતા ચાલી ન શકતા મહામુસીબતે ઘરે પહોંચ્યો 12 વાગ્યે ઘરે ગયેલ ત્યારબાદ બાળકને ચક્કર બંધ રહેતા અને હાથમાંથી લોહી નીકળતું હોય તેને સરકારી હોસ્પિટલમાં તેના પપ્પા લઈ ગયા
મૂઢ માર મારેલ હોય બેસવામાં તકલીફ પડે છે ગરદન પર ફેટ મારતા માથું અને ઘણું દુઃખે છે પેશાબ કરતા પણ તકલીફ થાય છે માથામાં ચક્કર આવે છે અને ખૂબ જ ડર લાગે છે સાહેબે કહ્યું હતું કે ફરીથી સ્કૂલમાં પગ મૂકે છે તો જીવતો નહીં જવા દઉં. આ તમામ બાબતે લઈ આજે જિલ્લા બાળ સુરક્ષા અને જિલ્લા શિક્ષણ અધિકારીને ન્યાય માટે અરજી આપી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 156776
Views Today : 