>
Sunday, July 20, 2025

ઉનામાં ડ્રગ્સનો પર્દાફાશ 1.25 લાખનાં એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા 

ઉનામાં ડ્રગ્સનો પર્દાફાશ 1.25 લાખનાં એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા

 

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ગીર સોમનાથ SOG દ્વારા ઉના શહેરમાંથી 1.25 લાખની કિંમતના એમ્ફેટામાઇન-મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સના 12.50 ગ્રામ જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે SOG ટીમને મળેલી બાતમીના આધારે ઉનાના ઉપલા રહીમનગરના રહેવાસી સોહિલશા ભીખુશા જલાલી અને સાહિલ ઉર્ફે સોહિલ હારુન વલીયાણીને ગીર ગઢડા રોડ પરના બ્રિજ નીચેથી ઝડપી પાડયા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી શર્ટ અને જેકેટના ખિસ્સામાંથી સફેદ પાવડર મળી આવ્યો હતો પૂછપરછમાં ખુલાસો થયો કે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈના વરસોવા વિસ્તારમાં રહેતા આરોપી સાહિલના મામા ઇમરાન સતાર જરીવાલા પાસેથી મેળવવામાં આવ્યો હતો. FSL તપાસમાં આ સફેદ પાવડર એમ્ફેટામાઇન-મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે પોલીસે બંને આરોપીઓ પાસેથી ડ્રગ્સ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓ અને મુંબઈના શખ્સ સામે NDPS એક્ટની કલમ 8(C), 22(B) અને 29 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની તપાસ હવે મુંબઈ સુધી વિસ્તરી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores