>
Saturday, May 17, 2025

ઈડર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સામાન્ય સભા – 2025 સપ્તેશ્વર ખાતે યોજાઇ

ઈડર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સામાન્ય સભા – 2025 સપ્તેશ્વર ખાતે યોજાઇ

 

ઈડર તાલુકા નિવૃત્ત કર્મચારી પેન્શન મંડળનું વાર્ષિક અધિવેશન તારીખ 05/02 /2025 ના રોજ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા ના અધ્યક્ષ સ્થાને શ્રી સપ્તેશ્વર મહાદેવ તપો ભૂમિ સંગમ તીર્થ આરસોડીયા મુકામે 1000 જેટલા નિવૃત્ત પેન્શનરોની હાજરીમાં ઉમંગ અને ઉત્સાહથી યોજાયું હતું

 

સિંગા અને કાબસો બે ગામોના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના જિલ્લા પ્રમુખશ્રી ચતુરસિંહ ચૌહાણ પેન્શનરોના નવ પડતર પ્રશ્નો સરકાર તરફથી રૂપિયા 12 લાખ સુધી ઇન્કમટેક્સ મુક્તિ 8 મા પગાર પંચની રાજ્ય સરકાર જાહેરાત કરી તેવી માંગણી ઉપરાંત 7 મા પગાર પંચના બાકીના લાભ અને મેડિકલ પ્રશ્નોની વિગતોની ચર્ચા કરી મંત્રીશ્રી ભોળા ભારથી ગોસ્વામી એ તાલુકા મંડળના ભવન ઉપરાંત સમગ્ર વર્ષનું આવક જાવક નો અહેવાલ રજૂ કર્યો ગુજરાત રાજ્ય પેન્શન મહામંડળના મહામંત્રી ચંદુલાલ જોષી એ એમની આગવી જોશીલી વાણી માં પેન્શનરોના કોર્ટ કેશો જન્મ તારીખ 325 ના પ્રા. સી. સંદર્ભે ઉપરાંત અપરણિત દીકરીને આજીવન પેન્શન મળે તે અને રાજ્ય અને કેન્દ્ર ના મહામંડળના પ્રશ્નોની છણાવટ કરી

 

અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય શ્રી રમણલાલે પેન્શનરની શેષ જીવન સમાજ હિતમાં રચનાત્મક પ્રવૃત્તિઓમાં પસાર કરવા અને જિલ્લા મથકે પેન્શન કાર્યાલય અને અપરિનીત પેન્શન આધારિત દીકરીને આજીવન પેન્શન મળી તે માટે સરકાર શ્રી માંથી હકારાત્મક નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી હતી

 

આ પ્રસંગે વિશિષ્ટ સન્માનિત મહાનુભાવોમાં

એક રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખશ્રી ભાનુભાઈ પટેલ બીજા ફીંચોડ માંથી નિવૃત્ત થયા પછી લાઇબ્રેરી નિર્માણનું કાર્ય કરનાર નારાયણભાઈ પટેલ ચૌધરી સમાજના મહામંત્રી કેશુભાઈ પટેલ જિલ્લા નાયબ તિજોરી અધિકારી વિનુભાઈ પટેલ તમારા બધા મુખ્ય મહેમાન નિવૃત્ત આચાર્ય બહેચરભાઈ પટેલ ઈડરના માર્કેટ યાર્ડના ચેરમેન અશોકભાઈ પટેલ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ રણવિજયસિંહ ચંપાવત ઉદ્યોગપતિ નિરંજનભાઇ પટેલ તાલુકા પ્રમુખ કાંતિભાઈ પટેલ બી આર પટેલ નિવૃત્ત ડીવાયએસપી મંદિરના દાતા દીપકભાઈ જયસ્વાલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું

 

યજમાન ગામ વતી બંને કાંતિભાઈ પટેલ સિંગા અને કાબસો ના સન્માન સાથે દરેક પેન્શનર્સને એડવાન્સ ગ્રુપના શ્રી નઈમભાઈ મન્સૂરી તરફથી પેન્શન ડાયરી અને બેગ ગિફ્ટ આપવામાં આવી હતી શ્રી હરિસિંહ રાઠોડ ના આભાર દર્શન સાથે ગૌરવ પૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો

 

વિશેષ ઉપસ્થિતિ મંદિર પ્રમુખ કરસનભાઈ પટેલ સીનીયર સીટીઝન પ્રમુખ જયેન્દ્રભાઈ સુથાર જિલ્લા પંચાયત મેમ્બર દશરથભાઈ પરમાર તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ પટેલ શ્રી નરેશભાઈ પટેલ આરસોડીયા અને દરેક તાલુકાના પ્રમુખ મંત્રીશ્રીઓ અને જિલ્લા મંત્રી ભીખાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

 

સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર મોહનભાઈ પટેલ ભોળા ભારથી ગોસ્વામી કાસમભાઇ મન્સુરી નટુભાઈ સગર હિંમતસિંહ રાઠોડ રમણભાઈ વણકર ધુળાભાઈ વણકર અને મૂળજીભાઈ પ્રજાપતિ તથા સમગ્ર કારોબારી સહકાર અને આયોજનમાં જોડાયેલા હતા

 

બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores