>
Thursday, July 3, 2025

માટીનું ખનન કરી બારોબાર વેચતા ઈસમો પર કલેકટર જાડેજા ની કડક કાર્યવાહી…

માટીનું ખનન કરી બારોબાર વેચતા ઈસમો પર કલેકટર જાડેજા ની કડક કાર્યવાહી…

 

કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલની સૂચના હેઠળ સવની ગામે માટી ખોદકામ કરી બારોબાર વેચતા ઈસમ પર મામલતદાર વેરાવળ (ગ્રામ્ય) તથા ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.સવની ગામે ગ્રામ પંચાયત ગૌચરની સર્વે નંબર ૩૮ પૈકી જમીનમાં સવની ગામના બાબુભાઈ માવદિયા દ્વારા જે.સી.બી. મશીન રાખી લાઇમ સ્ટોન/ માટીનું ખોદકામ કરી બારોબાર વેચતા હોવાની બાતમી મળી હતી.જે અન્વયે મામલતદાર વેરાવળ (ગ્રામ્ય) તથા ટીમને સાથે રાખી આકસ્મિક મુલાકાત લીધી હતી. જેથી સ્થળ પર ખોદકામ ચાલુ હોવાની જાણ ભૂસ્તરશાસ્ત્રીની ટીમનેકરી હતી.આ સાથે જ સ્થળ ઉપરથી અંદાજિત રૂ.૨૦ લાખની કિંમતનું જે.સી.બી મશીન સીઝ કરી અને આગળની કાર્યવાહી કરવા ભૂસ્તરશાસ્ત્રી ગીર સોમનાથની ટીમને સોપવામાં આવ્યું હતું.

રિપોર્ટર = ધર્મેશ ચાવડા

 

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores