>
Friday, May 16, 2025

ઉના ગીરગઢડા સમસ્ત કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો

ઉના ગીરગઢડા સમસ્ત કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો

 

આયોજીત છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં ૪૮ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પાડયાં

 

ઉનામાં દેલવાડા રોડ પર આવેલ શાહ. એચ. ડી. સ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં ઉના ગીરગઢડા સમસ્ત કોળી સમાજ, દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૮ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા લગ્ન જીવનની શરૂઆત કરી હતી.સમસ્ત કોળી સમાજ ઉના-ગીરગઢડા તેમજ શ્રી નવયુવક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ઉના તથા શ્રી નવયુવક કોળી મંડળ અને સમૂહ લગ્નના મુખ્ય આયોજક શ્રી ઉનાના ઉત્સવપ્રેમી ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા કોળી સમાજના છઠ્ઠા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન સમારોહમાં ૪૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. અને પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતિઓને સુખી અને સ્વસ્થ દામ્પત્યજીવનના આશીર્વચન આપ્યા હતા. આ સમૂહ લગ્નમાં ઉના સાધુ સંતો મહંતો ઉના અને ગીર ગઢડા તાલુકાના કોળી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ સંગઠનો ના કાર્યકરો તેમજ વિવિધ સેવાકીય ગૃપના યુવાનો, પત્રકારોશ્રીઓ, ડોક્ટરશ્રીઓ સહિતનાં લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ૧૩-જુનાગઢ લોકસભાના સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પીઠીયા, કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી શિવાભાઈ સોલંકી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રામભાઈ વાળા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાભી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એભાભાઈ મકવાણા, નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી મિતેશભાઈ શાહ, ચંદુભાઈ કોટેચા, તેમજ તાલુકા પંચાયતના જીલ્લા પંચાયત નગરપાલીકાના સદસ્યશ્રીઓ, દરેક ગામના સરપંચશ્રીઓ, ઉના તથા ગીરગઢડા તાલુકાના કોળી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો ચીફ ગીર સોમનાથ: ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores