સાબરકાંઠા જીલ્લામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરી અસામાજીક પ્રવૃતિ કરતા હિંમતનગરના ઇસમને પાસા હેઠળ અટકાયત કરી અમરેલી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે માટે અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધમાં કાર્યવાહી કરી કડકમાં કડક અટકાયતી પગલા લેવા માટે જરૂરી સુચના કરતા જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. હિંમતનગરનાઓએ રાજસ્થાન રાજ્ય માંથી વિદેશીદારૂ ગુજરાતમાં ઘુસાડી હેરાફેરી કરી અસામાજીક પ્રવૃત્તિ કરતો ધવલભાઈ સુમનભાઈ જયસ્વાલ ઉ.વ. ૪૧ રહે.૧૭, ગાયત્રીધામ સોસાયટી, બેરણા રોડ,હિંમતનગર તા.હિંમતનગર જીલ્લો સાબરકાંઠા વાળા ઉપર સાબરકાંઠા જીલ્લામાં હેરાફેરીના તથા વેચવાના અવાર નવાર ગુન્હાઓ દાખલ થયેલ હોવા છતા પોતાની આ રાજસ્થાન રાજ્યમાંથી વિદેશીદારૂને ગુજરાતમાં ઘુસાડી અસામાજીક પ્રવૃતિ બંધ કરેલ ન હોઇ જેથી સદરહુ અટકાયતી વિરુધ્ધ પાસા એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરાવી પોલીસ અધિક્ષક સા.શ્રી સાબરકાંઠા હિંમતનગરનાઓ મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી સાબરકાંઠા હિંમતનગર નાઓ તરફ મોકલી આપતાં તેઓશ્રી દ્રારા સદરહુ ઇસમ વિરૂધ્ધ પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતાં તા.૦૩/૦૩/૨૦૨૫ ના રોજ પકડી પાડી પાસા હેઠળ અટકાયત કરી યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ અમરેલી મધ્યસ્થ જેલ, ખાતે મોકલી આપવામાં આવેલ છે.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891