તાપી જિલ્લા સિવિલ કોર્ટ, સોનગઢ ખાતે તા.૮મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન યોજાયો હતો..
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
સોનગઢઃ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્લી તથા ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ, અમદાવાદ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તાપી મુ.વ્યારાના ચેરમેન તથા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી પી.જી.વ્યાસ સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ અત્રેની સોનગઢ ન્યાયાલય ખાતે મહેરબાન સોનગઢના પ્રિન્સીપાલ સિવિલ જજ સાહેબશ્રી એ.એમ.પાટડીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને તા.૦૮/૦૩/૨૦૨૫, શનિવારના રોજ “રાષ્ટ્રીય લોક-અદાલત’ નું આયોજન કરવામાં આવ્યું, જેનો વધુમાં વધુ લાભ પક્ષકારો, વકીલશ્રી ઓએ લીધો. “રાષ્ટ્રીય લોક-અદાલત’માં (૧) ફોજદારી સમાધાનલાયક તથા કબુલાતને પાત્ર કેસો, (૨) નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના કેસો, (૩) લગ્ન સબંધી ફેમીલી કેસો, (૪) ભરણપોષણના કેસો, (૫) દિવાની દાવા જેવા કે-ભાડાનાં, બેંકોના વિગેરે (૬) પ્રિ-લીટીગેશન કેસો મુકવામા આવેલ જેમાં લોક-અદાલત ધ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવામાં આવેલ છે.