Tuesday, March 11, 2025

સાબરકાંઠા ના હિંમતનગર તાલુકાના બેરણા ગામના રહેવાસી ખેડૂત પિતા નો જીવ બચાવવા દિકરી એ પોતાનું લિવર પિતાને અર્પણ કરી દીધું.

સાબરકાંઠા ના હિંમતનગર તાલુકાના બેરણા ગામના રહેવાસી ખેડૂત પિતા નો જીવ બચાવવા દિકરી એ પોતાનું લિવર પિતાને અર્પણ કરી દીધું.

 

“પિતાને લિવર અર્પણ કર્યા બાદ દિકરી ની તબિયત લથડતાં દિકરી નું થયું અવસાન”

 

“બાપ ને વ્હાલી દિકરી દિકરી ને વ્હાલો બાપ”

 

“બાપ અને દિકરી ના સંબંધ નું ઉત્તમ ઉદાહરણ સાબરકાંઠા ના નાનકડા ગામ બેરણા માં જોવાં મળ્યુ”.

 

(એક ભારત ન્યૂઝ – સંજય ગાંધી)

 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામના રહેવાસી રાજેશભાઈ પટેલ લિવર ની બિમારીથી પીડાતા હતા સારવાર દરમિયાન ડોક્ટરો એ જણાવ્યું કે જો રાજેશભાઈ ને લિવર કોઈ ડોનેટ કરે અને ઓપરેશન થ‌ઈ જાય તો રાજેશભાઈ નું સ્વાસ્થ્ય વધુ સારું થ‌ઈ શકે છે. આ વાત ની જાણ રાજેશભાઈ ની દિકરી ભૂમિ ને થતાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિને દિકરી ભૂમિ એ પોતાના પિતાને નવજીવન આપવાનો સંકલ્પ લીધો અને પોતેજ પોતાના પિતાને પોતાનું લિવર અર્પણ કર્યું.અત્રે ઉલ્લેખનીય છે કે પિતાને લિવર અર્પણ કર્યા બાદ દિકરી અને ઘર પરિવાર ખુબ જ ખુશહાલ હતાં પરંતુ અચાનક દિકરી ભૂમિ ની તબિયત લથડતાં દિકરી ભૂમિ નું અવસાન થયું અને દિકરી ભૂમિ દુનિયા ને અલવિદા કહી ગ‌ઈ.સમાજ અને પરિવાર નું ઉત્તમ ઉદાહરણ નો દાખલો દિકરી ભૂમિ રાજેશભાઈ પટેલે બેસાડ્યો છે.આપણે સહુ દાયકાથી સાંભળતા આવ્યા છીએ કે બાપ દુઃખી હોય ને ત્યારે એની જાણ સહુથી પહેલાં દીકરી ને થાય છે.દિકરી ભૂમિ એ ફક્ત બેરણા ગામનું નહીં પરંતુ હિંમતનગર તાલુકા સાબરકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પોતાના સમાજ ને ગૌરવ અપાવ્યું છે.કારણ કે માણસ મરી જાય પછી તો સહુ કોઈ અંગદાન કરતા હોય છે પણ પોતાના પિતા માટે ફક્ત 25 વર્ષ ની દિકરી એ પોતાનું જીવન અર્પણ કરી દીધું.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores