Thursday, March 13, 2025

કોડિનારના ખનીજચોરો પર તંત્રની જડબેસલાક કાર્યવાહી

કોડિનારના ખનીજચોરો પર તંત્રની જડબેસલાક કાર્યવાહી

 

ખનીજચોરોને ૧૪,૯૩,૧૨૬ મેટ્રિક ટન લાઈમસ્ટોનની ખનીજ ચોરી માટે રૂ. ૭૫.૨૩ કરોડનો દંડ ફટકારાયો

 

કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા કોડિનારના ખનીજચોરો પર જડબેસલાક કાર્યવાહી કરવામાં આવી છે.કોડિનાર તાલુકાના ઘાટવડ ખાતેના ખાનગી માલીકીના સર્વે નં-૩૨૩ પૈકી ૧ વાળી જમીન નામે મસરીભાઇ ભાયાભાઇ બાંભણીયા દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટૉન ખનીજ ખનન કરવામાં આવેલું હોવાથી તે વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-૩,૦૭,૫૩૩ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનુ માલૂમ પડ્યું હતું. જેની ખનીજ કિંમત રૂ. ૧૫.૪૯ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ જ રીતે, ખાનગી માલીકીના સર્વે નં-૩૩૪ પૈકી ૧ વાળી જમીન નામે સુલેમાન વલી ચૈહાણ તથા અન્ય દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટૉન ખનીજ ખનન કરેલ હોઇ સદરહું વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-૫,૪૦,૫૬૨ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનુ માલુમ પડ્યું હતું. જેની ખનીજ કિંમત રૂ. ૨૭.૨૪ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત, ખાનગી માલીકીના સર્વે નં-૩૦૩ વાળી જમીન નામે ભાણાભાઇ ભીખાભાઇ સિંગડ તથા અન્ય દ્વારા કોઇ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટૉન ખનીજ ખનન કરેલ હોઇ સદરહું વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-૩,૧૨,૯૨૪ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું માલુમ પડ્યું હતું. જેની ખનીજ કિંમત રૂ.૧૫.૭૭ કરોડ જેની દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તેમજ, ખાનગી માલીકીના સર્વે નં-૩૦૧ પૈકી ૪ વાળી જમીન નામે નથુભાઇ રામભાઇ પરમાર તથા અન્ય દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટૉન ખનીજ ખનન કરેલ હોઇ સદરહું વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-૩,૩૨,૧૦૭ મે.ટન ખનીજ ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. જેની ખનીજ કિંમત રૂ.૧૬.૭૩ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આમ, સમગ્રતયા ૧૪,૯૩,૧૨૬ મેટ્રિક ટન લાઈમસ્ટોનની ખનીજ ચોરી માટે કુલ રૂ. ૭૫.૨૩ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે તંત્ર દ્વારા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores