હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં બેંક ઓફ બરોડા દ્રારા વર્ષ 2025-26 માટે વાર્ષિક લોન યોજના જિલ્લામાં લોન્ચ કરાઈ
સાબરકાંઠા જિલ્લામાં કલેકટર કચેરી ખાતે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં બેંક ઓફ બરોડા દ્રારા વર્ષ 2025-26 માટે વાર્ષિક લોન યોજનાને જિલ્લામાં લોન્ચ કરાઈ હતી. આ લોન યોજના જિલ્લામાં કાર્યરત 33 બેંકોની 289 શાખાઓમાંથી મળેલી લોન યોજનાઓને એકીકૃત કરવાના આધારે તૈયાર કરવામાં આવી છે. સેવા ક્ષેત્રના અભિગમની વિભાવના મુજબ શાખાઓમાં સરકારી વિકાસ યોજનાઓના સહયોગથી પાયાના સ્તરે વિકસાવવામાં આવ્યું છે અને તે વિકાસના તમામ પાસાઓને આવરી લે છે. વર્ષ 2025-26 માટેની વાર્ષિક લોન યોજનામાં કુલ રૂ.15330 કરોડની લોનનું વિતરણ કરવાની દરખાસ્ત છે. જેમાં પ્રાથમિકતા ક્ષેત્ર હેઠળ કુલ 10210 કરોડ રૂપિયાની જોગવાઈ છે.
જે ગત નાણાકીય વર્ષની સરખામણીએ પ્રાથમિકતા ક્ષેત્ર હેઠળ 20% વધુ છે.જેનાથી જિલ્લાના ગ્રામીણ લોકોની આર્થિક સ્થિતિ સુધારવામાં અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે.વાર્ષિક લોન યોજના લોન્ચ સમયે અગ્રણી જિલ્લા મેનેજરશ્રી તથા નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધકશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ. . વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 145517
Views Today : 