હિંમતનગર ખાતે પી સી એન્ડ પી એન ડી ટી અંતર્ગત ખાનગી હોસ્પિટલના ડોક્ટરમિત્રોનો વર્કશોપ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે પીસીએન્ડપીએનડીટી અંતર્ગત હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના ખાનગી હોસ્પિટલના ડોક્ટરમિત્રો માટે વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી અને સબ ડિસ્ટ્રીક એપ્રોપ્રીયેટ ઓથોરિટી ડો.રાજેશ પટેલ દ્વારા તમામ ડોક્ટરમિત્રોને પીસી એન્ડ પીએનડીટી અંતર્ગતના સરકારશ્રીના નિયમો અનુસંધાને રજીસ્ટ્રેશન થી લઈ સોનોગ્રાફીની કામગીરી અને તેની સાથે કરવાની થતી રિપોર્ટિંગ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસરશ્રી તલોદ ડૉ.વિનોદ મુગડ દ્વારા પીસીએનપીએનડીટી અંતર્ગત પીપીટી દ્વારા વિગતે માહિતી આપી સર્વે ડોક્ટર મિત્રોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતુ.
આ વર્કશોપમાં પીસી એન્ડ પીએનડીટી અંતર્ગત તમામ ડોક્ટરમિત્રોએ સરકારશ્રીની સૂચના મુજબ કામગીરી કરવા માટેની ખાતરી આપી હતી.
આ વર્કશોપમાં ત્રણે તાલુકાના ગાયનેકોલોજિસ્ટ, ફિઝિશિયન,રેડિયોલોજિસ્ટ અને પીડીયાટ્રીશિયન જેમની પાસે સોનોગ્રાફી મશીનના રજીસ્ટ્રેશન કરાવેલ છે તે તમામ ડોક્ટરમિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
*મો ન 9998340891*